Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

બટાટાની ફેક્ટરીવાળા રાહુલબાબાને રવિમાં કયા પાક થાય, ખરીફમાં કયા પાક થાય, દાહોદ કે ગોધરામાં કયા પાક થાય તેની પણ કોઇ ગતાગમ નથી તે ખેડુતોનું શું ભલું કરી શકવાના ? – અમિતભાઇ શાહ

ભાજપા મીડિયા સેલની યાદી જણાવે છે કે, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ
શાહની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી શ્રી ઓમજી માથુર,
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં
ગોધરા ખાતે પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર લોકસભા બેઠકોનું શક્તિકેન્દ્ર સંમેલન યોજાયુ
હતુ.
ગોધરા ખાતે યોજાયેલા શક્તિકેન્દ્ર સંમેલનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને રાષ્ટ્રીય
અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહે તેમની આગવી શૈલીમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, ભાજપા એ

બીજી બધી રાજકિય પાર્ટીઓ કરતા અલગ પ્રકારની રાજકિય પાર્ટી છે. ભાજપા સિવાયની તમામ
રાજકિય પાર્ટીઓ કોઇ એક નેતા, પરિવાર, જાતિવાદ કે પ્રદેશવાદના આધારે કામ કરતી હોય છે.
જ્યારે ભાજપા કોઇએક પરિવાર કે જ્ઞાતિજાતિ માટે નહી પરંતુ સમગ્ર દેશની જનતાના વિકાસ
માટે કામ કરતી પાર્ટી છે. ભાજપા તેના લાખો-કરોડો કાર્યકર્તાઓના પરિશ્રમને આધારે વિજયી
બને છે. ભાજપા એ સાચા અર્થમાં લોકતાંત્રિક પાર્ટી છે.
મારા જેવો બૂથ પર કાર્ય કરતો એક નાનો કાર્યકર્તા દુનિયાની સૌથી મોટી રાજકિય પાર્ટીનો
અધ્યક્ષ બને તે ભાજપામાં જ શક્ય છે. કોઇ જ્ઞાતિજાતિ કે પરિવારના બેકગ્રાઉન્ડ વગર એક ગરીબ
ચા વેચવાવાળાનો દિકરો પોતાની ક્ષમતા અને શુધ્ધ નિષ્ઠાના આધારે દેશનો વડાપ્રધાન બને. તે
પણ ભાજપામાં જ શક્ય છે. ભાજપાનો નાનામાં નાનો કાર્યકર પોતાની ક્ષમતાના આધારે
મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ કે વડાપ્રધાન પણ બની શકે છે. તેથી હું કહું છુ કે,
ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણ લોકતાંત્રિક પાર્ટી છે. જ્યારે મમતા-માયાવતી-રાહુલ-સોનિયા-
પ્રિયંકા-મુલાયમ-અખિલેશ તથા સ્ટાલીન વગેરેની પાર્ટી માત્ર પરિવારવાદ-જ્ઞાતિવાદ કે પ્રદેશવાદના
આધારે ચાલતી પાર્ટી છે.
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, આઝાદી પછી કોંગ્રેસે ગુજરાત અને ગુજરાતીઓને
સતત અન્યાય કર્યો છે. કોંગ્રેસ કમિટિના એક-બે સભ્યોને છોડી તમામ સભ્યોએ સરદાર
વલ્લભભાઇ પટેલને વડાપ્રધાન બનાવવા માટે ઉત્સુક હતા તેમ છતાં જવાહરલાલ નેહરૂને
વડાપ્રધાન બનાવ્યા હતા. હું આજે ખાત્રીપૂર્વક કહું છું કે, દેશના પ્રથમ વડાપ્રધાન જો સરદાર
પટેલને બનાવ્યા હોત તો કાશ્મીર થી લઇ કન્યાકુમારી સુધીનું ભારત આજે છે તેના કરતા કઇક
જુદુ જ અને સમસ્યામુક્ત હોત. જવાહરલાલ નેહરૂની બીજી પેઢી ઇન્દિરાજીએ પણ ગુજરાત
પ્રત્યે કિન્નાખોરી રાખી મોરારજીભાઇ દેસાઇને વડાપ્રધાન બનવા ન દીધા તેમજ ગુજરાતની
જીવાદોરી સમાન નર્મદા યોજનાનું કામ પણ આટલા વર્ષો સુધી પુરુ થવા ન દઇ ગુજરાત તથા
ગુજરાતના ખેડૂતોને સતત અન્યાય કર્યો.
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, ૨૦૦૪માં શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના
મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે આદિવાસીઓની વસ્તીની ટકાવારી કરતા વધારે રકમની જોગવાઇ
બજેટમાં આપવાનું ચાલુ કર્યુ. વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિવાસીઓના ઘર-ઘર સુધી
વિકાસના ફળ પહોચાડ્યા. સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક વિજળી, ખેડૂતોને સિંચાઇનું પુરતું
પાણી, ગરીબોને આવાસ, પીવાનું શુધ્ધ પાણી, આરોગ્ય સારવાર માટેની સુવિધા જેવા અનેક
પ્રજાકલ્યાણકારી કાર્યોના પાયા ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાખ્યા હતા ત્યારબાદ
ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની જોડી આજને ગુજરાતના વિકાસને નવી
ઉંચાઇઓ આપવાનું કામ કરી રહ્યા છે.
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, ગુજરાતના પનોતા પુત્ર આજે દેશના વડાપ્રધાન છે
ત્યારે ગુજરાતના લોકો માટે તો મોસાળે જમણવાર અને મા પીરસનાર જેવી આદર્શ સ્થિતિ છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાત માટેની કોઇ યોજના લઇને જાય અને શ્રી નરેન્દ્રભાઇ
મોદી તાત્કાલિક તે યોજના મંજુર કરે છે. ગુજરાતમાં વિજયભાઇ અને કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદી
એ રીતે ગુજરાતનો આ ડબલ એન્જીન ગ્રોથ થઇ રહ્યો છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે

ગુજરાતને ૬૩,૩૪૩ કરોડની ફાળવણી કરી હતી. જ્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડાપ્રધાન
બન્યા બાદ ગુજરાતને ૧,૫૮,૩૭૭ કરોડ રૂપિયા ફાળવ્યા છે તે ઉપરાંત મુદ્રા લોનમાં ૩૨,૦૦૦
કરોડ, મેટ્રો ટ્રેન, પ્રધાનમંત્રી આવાસ યોજના, જેવી અનેક યોજનાઓ દ્વારા કુલ ૩,૧૦,૯૮૫
કરોડ થી વધુના લાભો ગુજરાતને મળ્યા છે.
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, તાજેતરમાં જ કેન્દ્રીય બજેટમાં દેશભરના ગરીબ,
નાના અને સીમાંત ખેડુતો માટે દરવર્ષે ૬૦૦૦ રૂપિયા એટલે કે કુલ દરવર્ષે ૭૫૦૦૦ કરોડની
જોગવાઇ કરવામાં આવી છે. આઝાદીથી લઇ અત્યાર સુધી ખેડુતો માટે આવી કોઇ યોજના ન
લાવનારી કોંગ્રેસ માત્ર જુઠ્ઠાણા ફેલાવી ખેડુતોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરે છે. બટાટાની
ફેક્ટરીવાળા રાહુલબાબાને રવિમાં કયા પાક થાય, ખરીફમાં કયા પાક થાય, દાહોદ કે ગોધરામાં કયા
પાક થાય તેની પણ કોઇ ગતાગમ નથી તે ખેડુતોનું શું ભલું કરી શકવાના ?
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, હું રાહુલબાબાને પુછવા માંગુ છુ કે, ૫૫ વર્ષ સુધી
આ દેશમાં તમે રાજ કર્યુ. આ ૫૫ વર્ષમાં તમે શું કર્યુ ? તેનો હિસાબ જનતાને આપો. ગરીબના
ઘરમાં તમે ગેસ ન પહોચાડી શક્યા, વીજળી ન પહોચાડી શક્યા અને શૌચાલય પણ ન પહોચાડી
શક્યા. સોનીયા અને મનમોહનની સરકાર વખતે પાકિસ્તાનથી આલીયા-માલીયા-જમાલીયા કોઇ
પણ દેશમાં ઘુસી જતા, કોઇ પુછવાવાળુ નહોતું જ્યારે આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના
નેતૃત્વમાં સેનાના વીર જવાનો સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘુસી ઇંટના જવાબ
પથ્થરથી આપી રહ્યા છે.
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, દેશના કરોડો લોકો ઇચ્છે છે કે અયોધ્યામાં રામમંદિર
બનવું જોઇએ. ભાજપાની નીતિ સ્પષ્ટ છે કે તેજ જગ્યાએ જલદી થી જલદી ભવ્ય રામમંદિરનું
નિર્માણ થવું જોઇએ. પરંતુ વર્ષોથી કોંગ્રેસ આ કેસ જલદીથી પુરો ન થાય તે માટે રોડા નાંખવાનું
કામ કરે છે. કોંગ્રેસના વકિલો અદાલતમાં જઇ અને આ કેસની સુનવણી ૨૦૧૯ પછી કરવા માટે
અરજીઓ કરે છે. હું કોંગ્રેસને પુછવા માંગુ છુ કે, તમારી નીતિ સ્પષ્ટ કરો અને જનતાને જવાબ
આપો કે અયોધ્યામાં રામમંદિર બનવું જોઇએ કે નહીં.
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પરિવારના ૫૫ વર્ષ કરતા પ્રધાનમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળના ૫૫ મહિના આ દેશના ગરીબોના ઉત્થાન, ખેડુતોની
સમૃધ્ધિ, તેમજ તમામ વર્ગોના સર્વાંગી વિકાસ માટે ખૂબજ ફળદાયી નીવડ્યા છે. ૬ કરોડથી વધુ
ગરીબ મહિલાઓને ગેસ કેનક્શન, ૨.૫૦ કરોડ લોકોને આવાસ, ૨.૫૦ કરોડથી વધુ લોકોને
વિજળી, ૧૩ કરોડ બાળકોને રસીકરણ તેમજ ૮ કરોડથી વધુ શૌચાલયો બનાવી દેશની માતા
અને બહેનોને સુરક્ષા સાથે સન્માન અપાવ્યુ છે. દેશને ઘણા વર્ષો પછી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ
મોદીના સ્વરૂપમાં એક એવા નેતા મળ્યા છે કે જેને સમગ્ર દુનિયા સન્માનથી જુએ છે. તેવા એક
સંવેદનશીલ, પ્રમાણિક અને ગરીબોના કલ્યાણ માટે ૧૮-૧૮ કલાક મહેનત કરનારા શ્રી
નરેન્દ્રભાઇ મોદીને ગુજરાતમાંથી ૨૬માંથી ૨૬ બેઠકો પર ભવ્ય વિજય અપાવી ફરીથી દેશનું
સુકાન સોંપી આપણે સૌ નવા ભારતના સંકલ્પને સિધ્ધ કરવામાં સહભાગી બનીએ.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યુ હતુ કે, ગુજરાત
વિકાસમાં હંમેશા અગ્રેસર રહે અને દેશમાંથી ગરીબી, ભ્રષ્ટાચાર અને બેકારી દુર થાય તે માટે
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા સાડા ચાર વર્ષમાં પ્રમાણિકતાથી અથાગ પરિશ્રમ કર્યો

છે. વડાપ્રધાનશ્રી એ દેશના પ્રધાનમંત્રી નહીં પરંતુ પ્રધાનસેવક બનીને દેશની સેવા કરી છે. ૫૫
મહિનામાં ભાજપાના શાસન દરમ્યાન પ્રથમવાર ગરીબો, શોષિતો, આદિવાસીઓ, ખેડુતો,
યુવાનો તથા મહિલાઓ તમામ માટે વિકાસના અનેકવિધ કાર્યો થયા છે. સમગ્ર દેશની જનતા
ફરીથી શ્રી નરેન્દ્રભાઇને દેશનું સુકાન સોંપવા કટિબધ્ધ છે તેથી જ ભાજપાના ધસમસતા
પ્રવાહથી ડરીને એકબીજાનું મોઢું પણ ન જોવા રાજી ન હોય તેવા લોકો આજે મહાગઠબંધનના
નામે એક થયા છે.
પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં સેવાના ભાવ સાથે
કાર્યરત એવા લાખો કાર્યકર્તાઓની ફોજ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવા તૈયાર છે ત્યારે ગુજરાતમાં
તમામ ૨૬ બેઠકો પર ભાજપાનો વિજય નિશ્ચિત છે. દેશમાં માત્ર ૫૫ મહિનામાં પ્રધાનમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીએ સૌના સાથ સૌના વિકાસના મંત્રને આત્મસાત્ કરી દેશની જનતાનો પ્રેમ અને
વિશ્વાસ જીત્યો છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીઓમાં વિરોધ પક્ષોના તમામ જુઠ્ઠાણાઓને
પ્રજાસમક્ષ ખુલ્લા પાડી ફરીથી શ્રી નરેન્દ્રભાઇ મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે આપણે સૌ
કટિબધ્ધ બનીએ.
આ શક્તિકેન્દ્ર સંમલનમાં ભાજપાના પ્રદેશ મહામંત્રીશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ,
રાજ્યના મંત્રીમંડળના સદસ્યો, કેન્દ્રીય મંત્રીશ્રી જસવંતસિંહ ભાભોર, સાંસદશ્રીઓ,
ધારાસભ્યશ્રીઓ, લોકસભા સીટના પ્રભારી-ઇન્ચાર્જ-સહઇનચાર્જ, વિસ્તારકો, સંકલન
સમિતીના સભ્યો, કારોબારી સભ્યો, મંડલ પદાધિકારીઓ, પ્રદેશ જિલ્લા મોરચાના
પદાધિકારીઓ, જિલ્લા-શહેરના પ્રમુખ મહામંત્રીઓ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, બોર્ડ નિગમના
પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ દાહોદ, પંચમહાલ
અને છોટાઉદેપુર લોકસભાની ૨૧ વિધાનસભાના ૫૫ મંડલ, ૯૫૦ શક્તિ કેન્દ્રોના ૬૧૪૧ બુથ
સભ્યો સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
શક્તિકેન્દ્ર સંમેલન પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ, લોકસભા ચૂંટણી
પ્રભારીશ્રી ઓમજી માથુર, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી
સહિત પદાધિકારીઓએ લોકસંપર્ક અભિયાન અંતર્ગત છબનપુર નાયક ફળીયાની મુલાકાત લઇ
લોકોના મનની વાત જાણી હતી.



Source: Gujarat Breking News
બટાટાની ફેક્ટરીવાળા રાહુલબાબાને રવિમાં કયા પાક થાય, ખરીફમાં કયા પાક થાય, દાહોદ કે ગોધરામાં કયા પાક થાય તેની પણ કોઇ ગતાગમ નથી તે ખેડુતોનું શું ભલું કરી શકવાના ? – અમિતભાઇ શાહ

error: Content is protected !!