Wah Gujarat

Gujarat Live Breaking News

જૈન સમાચાર

ફેડરેશન ઓફ જૈન એસોસિએશન ઈન નોર્થ અમેરિકા વિશ્વની સર્વપ્રથમ એન.આર.આઈ. છ’રિ પાલીત પદયાત્રા સંઘ-2

સૌજન્ય ઃ શ્રી જૈન ફેડરેશન ઓફ જૈના એસોશિએશન ઈન નોર્થ અમેરિકાના શ્રી જૈના ૯૯ યાત્રાના આયોજક
શ્રી અરવિંદભાઈ આર. શાહ ચેરમેન અને શ્રી જૈના ૯૯ યાત્રાના સંચાલક શ્રી નરેન્દ્રભાઈ આર.નંદુ


પૂજ્યપાદ યુગદિવાકર – આચાર્યદેવ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપાના બળે, તથા તેમના સતત પડછાયા રૂપે રહેલા સરળતા સ્વભાવી-વિદ્વાનવ્યાખ્યાત – પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય મહાનંદસૂરીશ્વરજી મહારાજના દિવ્યાશિષ સહિત તેઓશ્રીના પ્રિયશિષ્ય લેખક – ચિંતક – મધુરભાષી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજના દિવ્યાશિષ સાથે તેઓશ્રીના કૃપાપાત્ર પૂજ્યપાદ પ્રવચન પ્રભાવક સમુદાયહિત ચિંતક આચાર્ય દેવશ્રી વિજય મહાપદ્મસૂરીશ્વરજી મ.સા.ની પાવન પવિત્ર શુભ નિશ્રા – માર્ગદર્શનમાં ૯૯ યાત્રા અંતર્ગત ભારત બહાર વસતા જૈનો દ્વારા સમુહ પ્રથમવાર છ’રિ પાલિત સંઘનું આયોજન કરવામાં આવ્યું.
પૂજ્યપાદ પ્રવચન પ્રભાવક સમુદાય હિતચિંતક આચાર્યદેવશ્રી સાથે પૂજ્યપાદ આચાર્યદેવશ્રી પદ્મરત્નસૂરીશ્વરજી મ.સા., પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય મહાધર્મસૂરીશ્વરજી મ.સા., પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય પદ્મજયસૂરીશ્વરજી મ.સા., પૂજ્યમુનિરાજ શ્રી મહાભદ્ર વિજયજી મહારાજ, પૂજ્ય મુનિરાજ શ્રી પદ્મધર્મ વિજયજી મહારાજ, પૂજ્ય મુનિરાજ શ્રી નયસેન મહારાજ, પૂજ્ય મુનિરાજ શ્રી મહાયશવિજયજી મહારાજ, પૂજ્ય મુનિરાજ શ્રી પદ્મયશવિજયજી મહારાજ, પૂજ્ય મુનિરાજ શ્રી પદ્મહર્ષ વિજયજી મહારાજ આદી તેમજ પૂજ્ય સાધ્વી શ્રી નયપ્રજ્ઞાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી ભવ્યયશાશ્રીજી મહારાજ આદિ, પૂજ્ય સાધ્વીશ્રી ભવ્યરત્નાશ્રીજી મહારાજ આદિ પૂજ્ય સાધ્વીશ્રી નીલરત્ના મહારાજ આદિ, પૂજ્ય સાધ્વી શ્રી કલ્પરસાશ્રીજી મહારાજ આદિ, પૂજ્ય સાધ્વીશ્રી જિનદર્શાશ્રીજી મહારાજ આદિની શુભ નિશ્રામાં માગશર વદ ૬, તા.૧૯-૧૨-૧૬ સોમવારે સોનગઢ – ગુણોદયધામમાં આગમન થયું, બપોરે પૂજ્યપાદશ્રીનું પ્રવચન ગોઠવાયેલ, સાંજે ૬ઃ૩૦ વાગે ભવ્યાતિભવ્ય સંધ્યા ભÂક્ત રાખવામાં આવી હતી. આ ભÂક્તના પ્રોગ્રામમાં વિશેષ રૂપે ચારિત્ર આશ્રમના બાળકો દ્વારા દોઢ કલાક ભÂક્ત ગીતો – નૃત્ય – મ્યુઝીક – કસરત વિગેરે કરતબ બતાવ્યા હતા. એ જ વખતે ચારિત્ર આશ્રમ સંસ્થાને રૂ.૪ લાખ નું અનુદાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રતિક્રમણાદિ ક્રિયા કરી, ….બીજા દિવસે માગશર વદ ૭, મંગળવાર તા.૨૦-૧૨-૧૬ના સવારે પ્રાંતઃ પ્રતિક્રમણ કરી, જિનાલયે ચતુર્વિધ સંઘ સાથે ચૈત્યવંદન – ભક્તામર પાઠ કરી, માંગલીક શ્રવણ કરી, ગજરાજ – બગીચો – ઉંટ ગાડીઓ – ઈદ્રધ્વજા – રથ – સાફાથી સજ્જ ભાઈઓ, મુગુટ બંધ બહેનો સાથે સાજન-માજન ઠાઠમાઠ – બેન્ડવાજા સાથે શુભ મુર્હુર્તે સંઘ પ્રયાણ થયું…પ્રભુ ગીત ગાતા પગપાળા ચાલતા-ચાલતા વચ્ચે કિર્તિધામ જૈન તીર્થે વિહારમાન શ્રી સિમંધર દાદાના દર્શન કરી, માંગલીક વગેરે કરી, આ તીર્થના સ્થાપક શ્રી પ્રાણલાલભાઈ તથા કંચનબેન દ્વારા શ્રી સંઘનું સ્વાગત તથા સંઘપતિઓનું બહુમાન કરવામાં આવેલ, ત્યાંથી સંઘ શ્રી રાજેન્દ્ર વિહાર તીર્થ ધામે આવ્યો, આખો દિવસ સંખની Âસ્થરતા હતી, સવારે સમુહ સ્નાત્ર કરી, પરમાત્મા શ્રી શાંતનાથનું ચ્યવન – જન્મ કલ્યાણકનો નાનો સ્ટેજ પ્રોગ્રામ શ્રી નરેન્દ્રભાઈ નંદુ દ્વારા સુંદર વિવેચન સાથે કરવામાં આવ્યો હતો. બપોરે પૂજ્ય ગુરુદેવોનું પ્રવચન પ્રભુ વીરની વાણી અમૃતારે વરસી, ને સાંજે પૂ.ગુરુભગવંત દ્વારા પ્રથમવાર જ અમોએ ગુરુરાજ વધામણાંનો એક નવતર જ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પૂજ્ય આચાર્ય ભગવંતોને અમે જાણ્યા – માણ્યા એમના ગુણગાન ગાયા અને ચાંદીની શિબિકામાં બિરાજમાન કરી, ખભે ઉચકી, શ્રાવક-શ્રાવિકા લાઈન બંધ ઉભા રહ્યાને અક્ષતના વધામણાં કર્યા. જાણે સાક્ષાત્‌ જંગમ તીર્થે અમારા જીવનમાં કુમકુમ પગલા પાડ્યા… સંધ્યા ભÂક્ત, પ્રતિક્રમણ કરી, પ્રભુ સ્મરણ સાથે સંથારી,
માગશર વદ-૮, બુધવાર તા.૨૧-૧૨-૧૬ના રોજ પ્રાંતઃ ક્રીયા કરી પરમાત્મા દર્શન ચૈત્યવંદન-ભક્તામર પાઠ – માંગલીક શ્રમણ કરી, સંઘ આગળ વધ્યો, માર્ગમાં શાંતિવન ધામમાં દર્શન કરી, આગળ વધ્યા, શ્રી ૧૭૦ જિન ચૈત્ય – અઢીદ્વિપ આવ્યા, પરમાત્માને જુહારી, સમૂહ સ્નાત્ર મહોત્સવ, એકાસણા કરી, બપોરે ૩થી ૪ઃ૩૦ પ્રવચનમાં આજે એક વિશિષ્ટ અનુમોદનીય કાર્ય થયું. અમદાવાદથી અપંગ અભ્યુદય સંસ્થાના પ૦ બાળકો નાના-નાના બસ દ્વારા આવ્યા હતા…આ બાળકો મુંગા-બહેરા હતા, તેમને અદ્‌ભુત કાર્યક્રમ પ્રસ્તૃત કર્યો…એક કલાકનો પ્રસંગ નિહાળી ગદ્‌ગદ્‌ થયેલા…પૂજ્યપાદ પ્રવચનપ્રભાવકશ્રીની પ્રેરણા તથા સવિશેષ શ્રી નરેન્દ્રભાઈ નંદુએ અપીલ કરતા…આ એવી સંસ્થા જે જૈન નિયમ મુજબ ચાલતી છે,
આભાર – નિહારીકા રવિયા બાળકો જૈન નથી, પરંતુ ભગવાન મહાવીરના સિદ્ધાંન્તને સ્વીકારી, કરુણા વરસાવી આ સંસ્થાને રૂ.૪૦ લાખ દાન અપાવ્યું, આ સુપરબ જીવ મૈત્રી કરી, બધા સાથે જીવદયાના કાર્ય માટે સર્વ યાત્રિકોને લઈ સકલ સંઘ સહિત, પદયાત્રા સંઘમાં રહેલા પશુઓને મિષ્ટ ભોજન કરાવ્યું, અને સાંજે ૬ થી ૭ઃ૩૦ અમારા સંઘનો સહુથી મહ¥વનો શિરમોર કહેવાય એવો ગિરિ વધામણાનો કાર્યક્રમ….ગિરિરાજ સામે કરવામાં આવ્યું. આજના કાર્યક્રમમાં પૂ.આચાર્યશ્રી વિજય પદ્મજયસૂરીશ્વરજી મ.સા. તથા શ્રી નરેન્દ્રભાઈ નંદુએ અદ્‌ભુત પ્રોગ્રામ કરાવેલ, એવા ખીલ્યા હતા. કે પ્રત્યેક યાત્રિકોને નૃત્યુ-નાચગાન કરાવી ભÂક્તમાં ગુલતાન થઈ કંઈક કેટલા કર્મોને ભૂક્કો બોલાવી દીધો… સાથે સાથે મુંબઈથી સંગીતકાર પાર્ટી શ્રી કૃષ્ણકાંતભા થથા મેઘકુમાર અદ્‌ભુત સાથ સાથે ભÂક્ત કરાવેલ, અંતમાં ગિરિરાજને મોતી-અક્ષત-સોના રૂપાથી વધાવવામાં આવ્યો હતો. આજે સવારે પૂ.સાધ્વીશ્રી ધર્મરત્નાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વી શ્રી વાસવદત્તાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી કીર્તનકલાશ્રીજી મહારાજ આદી સંઘમાં જાડાયા હતા.
માગશર વદ-૯, ગુરુવાર તા.૨૨-૧૨-૧૬ સવારે પ્રતિક્રમણાદિ નિત્ય વિધિપૂર્ણ કરી, સવારે પાલીતાણા તરફ પ્રયાણ કરી, ૭ઃ૩૦ વાગે પાલીતાણા આવી પહોંચ્યા…૮ઃ૦૦ કલાકે સામૈયાનો પ્રારંભ થયો. પૂજ્યપાદ યુગદિવાકર – આચાર્યદેવશ્રીના સમુદાયના પૂ.સાધ્વીશ્રી પૂર્ણકળાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી દિવ્યાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીજી પદ્મરેખાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી જ્યોતિગુણાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી જયનંદીનીશ્રી મહારાજ, પૂ.સાધ્વીશ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી વિરતિયશાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વી શ્રી જયપૂર્ણાશ્રીજી મહારાજ,પૂ.સાધ્વીશ્રી હેમજ્યોતિશ્રીજી મહારાજ, પૂ.સાધ્વી શ્રી આગમરસાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી આત્મદર્શનાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વી શ્રી જિનલેખાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી પ્રશાંતપૂર્ણાશ્રીજી મહારાજ આદિ વિશાળ પરિવાર સામૈયામાં જાડાયો હતો…ભવ્યાતિભવ્ય સામૈયું આગળ વધ્યું. ચિરસ્મરણીય – શિસ્તબદ્ધ વરઘોડો આગળ વધતા શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ સંઘપતિને ગાદીએ બેસાડી સંઘનું બિરૂદ અર્પણ કરી, સંકલ્પ કર્યો…. બે વર્ષ બાદ
એન.આર.ઈ. ચાર્તુમાસની જય બોલાવી….નવકાર મંત્રી ગણી….સામૈયું નવી પેઢીમા બહુમાન લઈ…જૈન સાહિત્ય મંદિર પાસે પાંચ મીનીટ રોકાયા…અહીયાથી પર્યાય સ્થવીર પૂ.મુનિરાજ શ્રી જયભદ્ર વિજયજી મહારાજ સામૈયામાં જાડાયા હતા… જય તળેટી પર પહોંચી ચૈત્યવંદનાદિ કરી…મેવાડ ભવનમાં પહોંચી માંગલીક..સમૂહ સ્નાત્ર કરી બપોરે ૩ઃ૩૦થી ૪ઃ૩૦ પ્રવચન…સુંદર સંઘમાળની ઉછામણી થઈ…પૂજ્ય યુગદિવાકર આચાર્યદેવશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલ શત્રુંજય હોÂસ્પટલમાં દાંત માટેનું સ્કેન મશીન અને ચેર સહિત રૂ.૩ લાખનું દાન જસવંતભાઈ – મીતાબેન તરફથી અર્પણ કરવામાં આવેલ. માગશર વદ ૧૦, શુક્રવાર તા.૨૩-૧૨-૧૬ સવારે વાજતે ગાજતે – પ્રયાણ કરી, ગિરિરાજ આરોહણ કરી, દાદાના દર્શન ચૈત્યવંદન સર્વ ક્રિયા કરી, દાદના દરબારમાં નાણ સમક્ષ તીર્થમાળની મંગલમય વિધિનો પ્રારંભ થયો..સંઘપતિઓ (૧) અરવિંદભાઈ અને જયાબેન શાહ, (૨) અરવિંદભાઈ અને અરૂણાબેન શાહ, (૩) ઈન્દ્રવદનભાઈ અને સૌદામિનબેન શાહ (૪) અરવિંદભાઈ અને શરદભાઈ શાહ (૫) શાંતલાલભાઈ અને ઈન્દુબેન મહેતા (૬) સ્વ.શ્રી મહેશભાઈ અને કિર્તિબેન વોરા
માળારોપણ કરી…દાદાની ધજા લઈ ત્રણ પ્રદક્ષિણા કરી ખુબ ઉલ્લાસથી ધજા દાદાના શિખરે આરોહણ કરીને અમારા જીવનનો એક યાગદાર – ઐતિહાસિક – નિર્વિÎન વિશ્વની સર્વ પ્રથમ એન.આર.આઈ. દ્વારા છ’રી પાલીત પદયાત્રા સંઘ, ન ભૂતો ન ભવિષ્યતિ સંઘ પરિપૂર્ણ થયો…

error: Content is protected !!