Wah Gujarat

Gujarat Live Breaking News

જૈન સમાચાર

શંખેશ્વર મહાતીર્થે ૧૦૮ ભÂક્ત વિહારના પ્રાંગણે શ્રમણ સંમેલન હિન્દી પુસ્તકનું વિમોચન યોજાયેલ

ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થના ૧૦૮ પાર્શ્વનાથ ભÂક્ત વિહાર જૈન ટ્રસ્ટના પ્રાંગણે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર જ્યોતિષાચાર્ય પ.પૂ.આ.ભ. હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા., પં.પ્ર. ભÂક્તરત્ન વિ.મ.સા., પં.પ્ર.પ્રશાંતશેખર વિ.મ.સા., પૂ.મુનિ હેમદર્શન વિ.મ.સા., પૂ.મૂનિ નયશેખર વિ.મ.સા., આદિ ઠાણાની પાવન નિશ્રામાં ૧૦૮ પાર્શ્વનાથ ભÂક્ત વિહાર જૈન ટ્રસ્ટના પ્રાંગણે શ્રમણ સંમેલન હિન્દી પુસ્તકનું વિમોચન કરવામાં આવેલ. થોડાક સમય પહેલા પાલીતાણા મહાતીર્થે મધ્યે ૧૮ ગચ્છાધિપતિઓના સમુદાયના ગચ્છનાયકો અને આચાર્ય ભગવંતો તથા હજારો સાધુ-સાધ્વીજીની નિશ્રામાં વિરાટ તપાગચ્છીય શ્રમણ સંમલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કુલ ૬૩ ઠરાવો પર જિનઆગમો અને શા†ો તથા તીર્થંકર ભગવંતોએ બતાવેલા નિયમો અનુસાર સર્વ સંમતિથી નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે બાદ આ નિમમાવલીની જાણકારી માટે ગુજરાતીમાં પ્રથમ આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી. આ વિરાટ તપાગચ્છીય શ્રમણ સંમેલનની હિન્દી આવૃત્તિ તથા ગુજરાતી ભાષામાં બીજી આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ હિન્દી પુસ્તકનું વિમોચન ૧૦૮ ભÂક્ત વિહાર જૈન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હરગોવિંદભાઈ શાહ, સુરેશ ડી.શાહના વરદહસ્તે ૧૦૮ પાર્શ્વનાથ ભÂક્ત વિહારના પ્રાંગણે સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવનકારી નિશ્રામાં આ શ્રમણ સંમલેન હિન્દી પુસ્તકનું વિમોચન પ્રસંગે યોજાયેલ.

error: Content is protected !!