થરાદમાં ૨૫ મુમુક્ષુને દીક્ષારજાહણ સાથે મહોત્સવની પૂર્ણાહુતી કરાઈ

0
198


થરાદ ઃ થરાદમાં પાંચ દિવસથી ચાલી રહેલા ઐતિહાસિક દિક્ષા મહોત્સવની રવિવારની વહેલી સવારે રાષ્ટ્રસંતે રપ મુમુક્ષુઓને દીક્ષા પ્રદાન કરવાની સાથે પૂર્ણાહુતી થઈ હતી.બપોરે તમામ દીક્ષાર્થીઓના નવું નામકરણ કરી મહારાજને કામળી ઓઢાડવા સહિતની વિવિધ ઉછામણીઓ પણ બોલવામાં આવી હતી.
થરાદમાં અદાણી કુંવરજીભાઈ દેવરાજજી અને બબુબેન ચુનીલાલ અદાણી પરિવાર લાભાર્થી ઐતિહાસિક પાંચ દિવસીય રપ મુમુક્ષોના આત્મોદ્વાર મહામહોત્સવન રવિવારન વહેલી સવારે રાષ્ટ્રસંત શ્રી મદ વિજય જયંતસેન સૂરીશ્વરજી મહારાજાએ દિક્ષા પ્રદાન કરવાની સાથે પુર્ણાહુતિ થઈ હતી. દીક્ષારજાહણ બાદ નુતન દિક્ષિતોનું નામકરણ કરી જીવદયા સહિત વિવિધ ઉછામણીઓ બોલવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રસંતને કામળી ઓઢાડવાનો ચડાવો એક કરોડ મોદી રિખવચંદભાઈ ભાઈચંદભાઈ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રસંતે તમામ જૈન સમાજને રાત્રી ભોજનના ત્યાગ કરવા જણાવ્યું હતું. જ્યારે જૈનધર્મની પ્રભાવિત થઈને જાપાનમાં મંડળ ચલાવતી ચાર યુવતિ અને એક યુવક થરાદ આવી પહોંચ્યા હતા. જેમણે ગુજરાતી તથા હિન્દીમાં વાત કરીને જય જિનેન્દ્ર અને નવકાર મંત્ર બોલ્યા હતા.