આચાર્યદેવ શ્રી અભયસેન મ.સા. મોક્ષધામ ખાતે પ્રવચનમાળા યોજાશે

0
214

પાલીતાણા ઃ આજે જૈનાચાર્ય આચાર્યદેવ શ્રી અભયસેન મ.સા. તથા સાધુ-ભગવંતો મોક્ષધામ ખાતે પ્રવચનમાળા તથા મોક્ષધામમાં સવારના ૮ કલાકે મોક્ષધામ ખાતે વિવિધ સુચનો આપશે. આ પ્રસંગે પાલીતાણાના ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, કોંગ્રસ તથા ભાજપના કાર્યકર્તાઓ ઉપÂસ્થત રહેશે.જૈનાચાર્ય મ.સા.નું વાજતે ગાજતે સ્વાગત સાથે જૈનો તથા જૈનેતરો શહેરભરમાં ફેરવીને મોક્ષધામ પહોંચશે. પાલીતાણા ખાતે આવેલ લુવારવાવ ગામ ખાતે આવેલ નવનિર્મિત મોક્ષધામમાં પાલીતાણાના ઇતિહાસમાં પ્રથમ વખત જૈનાચાર્ય દ્વારા મોક્ષધામને લાખો રૂપિયાનું દાન આપેલ છે. મોક્ષધામથી ભય મુક્ત બને અબાલ – વૃદ્ધો -નાના બાળકો – સ્મશાનથી દુર ન રહી, બીક ન રહે, તેવું સુંદર – કલાત્મક – રમત ગમત – બેસવા માટે અનુકુળ જગ્યા બને તેવા પ્રયત્નો મ.સા.દ્વારા થઈ રહ્યા છે.મ.સા.દ્વારા મુલાકાતા બાદ તુરંત જ નવા રંગરોગાન, પાણી પરબ, કબુતર ચણા માટે ચબુતરો તથા આલીશાન ઓફિસ પ્લાન મ.સા. દ્વારા કરવામાં આવનાર છે. આ પ્રસંગે દરેકે પધારવા મોક્ષધામ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.