Wah Gujarat

Gujarat Live Breaking News

જૈન સમાચાર

સ્વામીનારાયણ સંપ્રદાયનો મહામૂલો ગ્રંથ ‘શિક્ષાપત્રી’ અર્પણ સમારોહ તા.૨૦ ફેબ્રુઆરીના રોજ યોજાશે

પાલીતાણા ઃ સ્વામીનારાયણ સંપ્રદાયનો મહામૂલો ગ્રંથ શિક્ષાપત્રી જૈન સમાજવતી સૌપ્રથમવાર પાલીતાણા નગરવિકાસ પ્રેરક તેમજ શંખેશ્વર વિકાસ પ્રેરક ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી વિજય અભયદેવ સૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) તથા તેઓના શિષ્યરત્ન નૂતન આ.ભ.શ્રી મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા.આદિ મુનિ ભગવંતોના સ્વહસ્તે પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલ ગાદિપતિ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી તથા શ્રી નૌતમ પ્રકાશ દાસજી સ્વામીજીને અર્પણ કરવા શિક્ષપત્રી અર્પણ સમારોહ આયોજન કરે છે.
તા.૨૦-૨-૧૭ના રોજ સવારે ૯ઃ૧૫ કલાકે ગ્રંથ યાત્રા સવારે ૧૦ કલાકે શિક્ષાપત્રી અર્પણ સમારોહ શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામ, તા.નડીયાદ ખાતે યોજાશે.

error: Content is protected !!