પ. પૂ. આ. શ્રી વિજય કિર્તિયશસૂરીશ્વરજી મહારાજાનાં ચરણોમાં કોટી કોટી વંદન

0
218

રાજસ્થાન સિરોહી જિલ્લામાં આબુ ગિરિરાજની સાજાકટ જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું જૂગ જૂનું તીર્થ આવેલું છે. જૈન શ્વેતાંબર શ્રીસંઘનું આ તીર્થ સ્થળ સૈકાઓથી એક વિશિષ્ટ કારણે જગતમાં પ્રસિદ્ધ થયેલું છે. જૈન ધર્મમાં ક્યાંય કોઈપણ જિનાલયમાં કોઈપણ તીર્થંકરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની હોય ત્યારે પ્રતિષ્ઠા વિધિમાં પ્રતિમાજીની પાછળની ભીંતમાં એક મંત્ર કેસરના અક્ષરોથી લખવો આવશ્યક છે. શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું જ નામ છે. કોઈપણ ધાર્મિક પૂજા-પૂજનમાં શાંતિ માટે જે સોનાવાણીનું પાણી મંત્રિત કરાય છે તેમાં પણ શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુનો નામમંત્ર જ ગણવામાં આવે છે. આવા અદ્‌ભુત અને એક જ આ પ્રભુજીમાં જાવા મળતા વૈશિષ્ટયના કારણે જ જીરાવલા પાર્શ્વનાથ ભગવાન જૈનોમાં પ્રખ્યાતિ ભોગવતા ૮૪ ગચ્છો (સમુદાયો)માં એક સરખી શ્રદ્ધાથી પૂજાતા આવ્યા છે. મૂળ પ્રભુની મૂર્તિ જીવંતસ્વામી કે જીવિત સ્વામી ગણાય છે. કેમ કે પ્રભુશ્રી પાર્શ્વનાથ જ્યારે સદેહે વિચરતા હતા ત્યારે જ આ મૂર્તિ વેળુ (રેતી) વગેરે દ્રવ્યોથી બની હતી એવો ઈતિહાસ સાંપડે છે.
આ તીર્થમાં મુળ પ્રભુ મોગલાઈ આક્રમણ વખતે મુળસ્થાનોથી ખસેડી અન્યત્ર બેસાડાયા હતા. કાળની થપારે દેરાસર પણ જીર્ણ બન્યું હતું. ઘણા જૈનાચાર્યો અને જાણકાર શ્રેષ્ઠીઓએ દેરાસરનો જીર્ણોદ્ધાર કરી મૂળ સ્થાને મૂળ પ્રભુને બેસાડવા પ્રયત્નો કરી જાયા હતા પણ દરેક પ્રસંગે નિષ્ફળતા જ મળી હતી. એમાં કોઈ સોનેરી વળે જીરાવલા તીર્થના દરેક ટ્રસ્ટીઓને અજાણ્યા એક જૈનાચાર્યશ્રીનું માર્ગદર્શન લેવાનો વિચાર આવ્યો. તેમણે સર્વાનુમતે કરાવ કર્યો અને અમદાવાદ સેટેલાઈટ ત્યારે એક પરિવારના ઘર દેરાસરની અંજનશલાકા – પ્રતિષ્ઠામાં સાંનિધ્ય આવી રહેલા પ્રવચન પ્રભાવક – આચાર્ય શ્રી કિર્તિયશસૂરીજી મહારાજને વિનંતી કરી. મહારાજની રાજસ્થાન અને રાજસ્થાનીઓથી સાવ અજાણ હતા. છતાં પરમાત્માનું કામ છે તો જઈએ એમ કરી તત્ર પધાર્યા. દેરાસરનું નિરિક્ષણ કર્યું. જીરાવલા શ્રી પાર્શ્વનાથ દાદાનાં દિલ ભરીને દર્શન કર્યા. ટ્રસ્ટીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું.
એ મુજબ સામુહિક અઠ્ઠમ તપ (ત્રણ દિવસના ઉપવાસ અને ચોક્કસ જપ વગેરે ધર્મક્રિયા) કરાવાયા. ૭૦૦ જેટલા માણસોએ આકરો તપ અને જપ કર્યો. ત્રીજા દિવસે મહારાજશ્રીને માત્ર ટ્રસ્ટીઓની હાજરીમાં બંધ જિનાલયમાં વિશિષ્ટ જપ-ધ્યાન વિધિ કરી અને પ્રભુના ઉત્થાપન તેમજ અભિનવ જિનમંદિરના નિર્માણનો શુભ દિવ્ય સંકેત આપ્યો તે મુજબ મુળ પ્રભુને ફરીથી મુખ્ય સ્થાને બિરાજમાન કરવાનો નિર્ણય લેવાયો. સંકેત પ્રદાન સમયે જે પણ ટ્રસ્ટીઓએ જે પણ બાબતોના સવાલો કર્યા તેના સમાધાનો જપમગ્ન આચાર્યશ્રીએ આપ્યા હતા. જેમાં એક સવાલ એવો પણ હતો કે આ મંદિરમાં ફ્લોરિંગમાં અવાજ આવે છે, તો નીચે ભોયરું છે ? એમાં કાંઈક છે ? મૂર્તિઓ દટાયેલી છે ? ત્યારે સંકેતદાતા આચાર્યશ્રીએ તત્કાલ જણાવેલું ‘ભોયતું નથી’ અંદર બીજું કશું નથી. કોઈ પ્રતિમા નિકળશે નહિં’ આ અને આવા દરેક સમાધાનો સો ટકા સાચા નિવડ્યા હતા. આવો પ્રભાવ આચાર્યશ્રીમાં પ્રગટ્યો તે શી રીતે તેનો એક લાંબો ઇતિહાસ છે. તેઓનો જન્મ પાકિસ્તાનના સીમાડે આવેલ થરાદ-વાવની બાજુમાં આવેલ ભોરોલ તીર્થ નામના નાનકડા ગામમાં થયો હતો. નામ હતું કાંતિકુમાર પિતા ગગલદાસ અને માતા જીવીબેન હતા. ગગલદાસે અમદાવાદ આવી કાપડનો ધંધો કર્યો હતો. ન્યાય-નિતિના કારણે તેઓ ખુબ લોકપ્રિય બનેલા. કલ્યાણમિત્રોની સોબતે ધર્મમાં જાડાયા હતા. વિદ્યાશાળાના ઉપાશ્રયે બિરાજતા શતાયું આચાર્યશ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજને તેમણે ગુરુપદે સ્થાપ્યા હતા અને તેમના નિર્વાણ બાદ તેમનો કૃપાપ્રસાદ આબાદ ઝીલનારા વ્યાખ્યાન વાચસ્પતિ જૈનાચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે ધર્મશ્રવણ કરી આરાધના કરતા થયા હતા.
પૂર્વજન્મોમાં ધર્મ આરાધનાના સારા સંસ્કાર પાડીને આવેલા હોવાથી એમનો ઢાળ ધર્મ તરફનો વધુ હતો. ધીમે ધીમે પોતાના આત્માને અને પરિવારને તેમણે ‘દીક્ષા જીવન’ લઈ શકાયું તે રીતે કેળવવાનો પ્રારંભ કર્યો હતો. એના જ એક ભાગરૂપે કાંતિકુમારને એમણે અનોખો સંસ્કાર વારસો આપ્યો હતો. નાનકડો બાળક પણ પિતાની બોલીને ઝીલી પોતાની કાલી કાલી બોલીમાં ‘સંસાર ખારો ખારો ઝેર અને મોક્ષ મીઠો મીઠો મહેલ’ બોલતો થઈ ગયો હતો.
નાનપણમાં કાંતિકુમાર ખુબ જ તોફાની તરીકે પ્રસિદ્ધ હતો. એનો ખાવાના ય ચટકા હતા. ક્રિકેટ રમવામાં રસિયો હતો, પતંગ ચગાવવો, સાયકલ પર લટારુ મારવી, દોસ્તો
આભાર – નિહારીકા રવિયા જાડે સિનેમા જાઈ લેવો આ બધા એના ગમતા શોખો થયા હતા.
એક બાજુ પિતાજીનું વાત્સલ્ય ખુબ ગમતું એમના અનુશાસનમાં જ નાનામો મોટો થયો પણ બીજી બાજુ મોજશોખ પણ ખુબ ગમતા હતા. વધારામાં અંગ્રેજી ભણવાના મનોરથ તો આસમાને ચડેલા હતા. વચ્ચે વચ્ચે ગગલદાસ એમને મહારાજ સાહેબ પાસે મૂકી આવે. ત્યાં રહી સંયમજીવન સાંભળે ને ભાઈને યાદ રહી જાય. સંસ્કૃત – પ્રાકૃત શ્લોકો ફટાફટ શુદ્ધ ઉચ્ચારે, ભૂલ વિના સડસડાટ બોલી જાય.
પિતાશ્રીએ દીક્ષા લેવાનો મનોમન સંકલ્પ કરી લીધો હતો. કાંતિના સાત સંપન્ન મામાનો મોટો પરિવાર હતો. માતા જીવીને શારિરીક અશÂક્તના કારણએ દીક્ષા લઈ શકે તેમ ન હતા. તેથી તેમની આ જીવિકાની અને જીવનનિર્વાદની સમુયિત વ્યવસ્થા ગોઠવીને પુત્રને સાથ લઈ દીક્ષા લેવાની ગગલદાસે તૈયારી આરંભી. આ વાતની જાણ થતાં જ સ્વજનોના મોટો વિરોધ ઉભો થયો. તેઓ પણ ગાંજ્યા જાય તેમ ન હતા. ઘોર તપ અને ત્યાગનો માર્ગ અપનાવ્યો. એક બાજુ ધંધો સમેટવા લાગ્યા બીજી બાજુ એકના એક દીકરાને સંયમ માટે તૈયાર કરવા લાગ્યા. સ્કુલ છોડાવી. એક દિવસ પ્લાન બનાવી તેમણે દીકરાને મુંબઈ મોકલી આવ્યો. પોતે કોઈ બહાનું કાઢીને દીક્ષા લેવા માટે મુરબાડ પહોંચી ગયા.
આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજ પણ મહારાષ્ટ્રમાં કરલ્યાણ પાસે આવેલા મુરબાડમાં પહોંચી ગયા હતા. મહોત્સવ મંડાયો. મુંબઈથી કાંતિકુમાર પણ આવી ગયો. વિક્રમની ૨૦૨૩ ઈ.સ. ૧૯૬૮ની સાલે પોષ સુદની ચૌદસે બંને પિતા-પુત્રને જૈન સાધુ તરીકેની દીક્ષા અપાઈ. પિતા ગગલદાસ મુનિશ્રી ગુણયશવિજયજી બન્યા અને કાંતિકુમાર બન્યા મુનિશ્રી કિર્તિયશવિજયજી બંને આચાર્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય બન્યા.
દીક્ષા લઈને પિતા મુનિએ ગુરુસેવા, તપ, ત્યાગ, સમુદાયની ભÂક્ત અને બાળ મુમુક્ષુ-મુનિઓને અધ્યાપન કરાવવામાં સિદ્ધહસ્તતા મેળવી તો પુત્ર મુનિએ જૈનાગામો અને શા†ોનો તલસ્પર્શો અભ્યાસ કર્યો. થોડા દિવસોમાં જ તેમણે ચિકિત્સા શા†ની ત્રણે શાખા એલોપથી, હોમિયોપથ અને આયુર્વેદિકની સાંગોપાંગ અભ્યાસ કરી લીધો. એનું કારણ આચાર્યશ્રીન ઉમર અને ગામોગામના વિહારોના કારણે વિશિષ્ટ સેવાભÂક્તનો લાભ મળે. એ લાભ એમના જીવનની અંતિમ પળ સુધી પુત્રમુનિશ્રીને અખંડ મળ્યો હતો. આની સાથોસાથ સમુદાયના સેંકડો સાધુ-સાધ્વીજી સ્વાસ્થ્યન જાણકારમાં પણ તેમના જ્ઞાનનો પૂરો લાભ મળ્યો. આના કારણે સકલ સંઘના એમનો એવો આશિર્વાદ સાંપડ્યા કે તેઓ જે પણ ક્ષેત્રમાં પ્રવેશ કરતા, ત્યાં સિદ્ધિ-લક્ષ્મ સામે તેમને આવીને વરતી.ગુરુકુળમાં વસતાં વસતા પિતા-મુનિની સાથોસાથ પુત્ર મુનિ પણ ક્રમે કરીને ગણિ-પંન્યાસ-ઉપાધ્યાય અને આચાર્ય પદ પામ્યા. હવે તેમનો દુનિયા આચાર્યશ્રી ગુણયશસૂરીશ્વરજી મહારાજ અને આચાર્ય કિર્તિયશસૂરીશ્વરજી મહારાજના નામે ઓળખવા લાગી.
શ્રી કિર્તિયશસૂરીશ્વરજી ગત જન્મના યોગ આરાધક જીવ હોય તે આ જન્મની એમની સાધના-સિદ્ધિઓ જાતા સહેજે જણાઈ આવે છે. તેઓ જે પણ વિષયને હાથમાં લે છે, તે વિષયમાં જાણે નિષ્ણાંત હોય તે રીતે અધિકારપૂર્વક મંતવ્ય આપી શકે છે. પછી એ વિષય જૈન આગમ શા†ો, ગહન શા† ગ્રંથોનો હોય કે જ્યોતિષશા†ના મત-મતાતરોનો હોય, એ જ રીતે શિલ્પ – સ્થાપત્ય – વાસ્તુને લગતો મુદ્દો હોય કે આલોચના – પ્રાયશ્ચિત અને મનોવિજ્ઞાનને લગતો મુદ્દો હોય. કોઈ સાધુ-સાધ્વીના મેડીકલ રીપોર્ટો જાઈ નિદાન અને ઈલાજની દિશા નક્કી કરવાની બાબત હોય કે અજ્ઞાનદેના કારણે મુંઝાતા માનવીને ડીપ્રેશનમાંથી બહાર કાઢી ધર્મ આરાધનામાં જાડી સમાધિ આપવાની બાબત હોય !
કેટલીક સિદ્ધિઓ પર અછડતી નજર કરીએ…
પુસ્તક પ્રકાશન ઃ તેઓ પ્રાચિન લિપિઓના જાણકરા છે. સુંદર મરોડદાર દેવનાગરીમાં કેટલાય ગ્રંથો જાતે લખ્યા છે. એક ઈંચ મોટા ટાઈપોમાં ગુરુદેવના વાચનના ગ્રંથો લખ્યા છે. અનેક પ્રાચીન અનુપલબ્ધ શા†ોને જ્ઞાન ભંડારમાંથી શોધી કાઢીને શુદ્ધ સંશોધિત પાઠરુપે પ્રકાશિત કર્યા છે. વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યશ્રીના પ્રેરણાદાયી પ્રવચનોના આવાસોથી વદુ પુસ્તકો એકલ હાથે સંપાદિત કરી પ્રકાશિત કર્યા છે.
તાડપત્રીય લેખન ઃ તાડના ઝાડના પાંદરા પર ભારત વર્ષમાં સૈકાઓ પહેલાં ધર્મના ગ્રંઓ કોતરીને લખાયા. એ ૧૦૦૦ વર્ષ સુધી મજેથી ટકતા. છેલ્લા ૭૦૦ વર્ષમાં તાડપત્ર – લેખનની પદ્ધતિ ગુજરાતમાં નષ્ટ થઈ ત્યારે આચાર્યશ્રી કિર્તિયસૂરી મહારાજે સિલોનથી લઈ મ્યાનમાર, થાઈલેન્ડ, જેવા દેશો સુધી સંપર્કો સધાવી માહિતી મેળવી. છેવટે ઓરિસ્સાના માત્ર એક જ કલાકારોને
આભાર – નિહારીકા રવિયા તૈયાર કર તેના દ્વારા લહિયાઓની મોટી ટીમ તૈયાર કરાવ બધાં જ આગમ ગ્રંથો અને સેંકડો શા†ગ્રંથોને તાડપત્ર ઉપર કોતરાવવામાં અદ્વિતિય સફળતા મેળવી છે. ભારતભરના ૨૭ રાજ્યોમાં ૨૭ તાડપત્રીય બંકર ભંડાર બનાવવાની યોજના તેમના માર્ગદર્શનથી અમલી બની રહી છે.
શિષ્યનિર્માણ ઃ પ્રવચન પ્રભાવકનું બિરૂદ ધરાવતા તેઓશ્રીના ગુણ સામ્રાજ્યથી આકર્ષાઈને ખાનદાન કુળોના અનેક પ્રદર્શના પ૦ જેટલા ભાઈઓએ એમનું શિષ્ય – પ્રશિષ્ય¥વ સ્વીકાર્યું છે. એમણે ૨૦૦થી વધુ દીક્ષાનાં દાન કર્યા છે અને દિક્ષીત સાધુ-સાધ્વીના સંગીત ઘડતર દ્વારા તેમણે શા†જ્ઞો, લેખકો, કવિઓ, શા† સંશોધકો, તપસ્વીરત્નો, સેવાધારીઓ અને આયોજનકાર સંયમીઓનો મોટો ફાલ જૈન સંઘના ચરણે ધર્યો છે.
તીર્થોદ્ધાર ઃ જીરાવલા તીર્થોદ્ધારની જેમ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ – સાબરમતીનું વિશ્વ પ્રસિદ્ધ સ્મૃતિમંદિર નિર્માણ થયું હતું. એની શ્રી શંખેશ્વર ચિંતામણિ પાર્શ્વનાથની પંચધાતુની સ્વર્ણે મઢી પ્રતિમાનો દુનિયામાં ક્યાંય જાટો જડે તેમ નથી એમના વતન ભોરોલ તીર્થનો ય જીર્ણોદ્ધાર તેમનો પ્રજ્ઞાની પેદાશ છે. રાજનગરમાં નિશાપોળના જગવલ્લતી જિનાલયનું જાખમભર્યું જીર્ણોદ્ધારનું કામ તેમની કૃપાથી આબાદ સફળ બન્યું છે.
મુંબઈમાં સૈકા જૂના ભૂલેશ્વર લાલ બાગના દેરાસર – ઉપાશ્રયને કુનેદથી નિર્મિત કરાવી આપી તેમણે એક અતિ અધરું કામ આસાન કરી બતાવ્યું છે. આવી રીતે અનેક જિનાલયો અને ધર્મસ્થાનો કરી બતાવ્યું છે. આવી રીતે અનેક જિનાલયો અને ધર્મસ્થાનો તેમન દેખરેખ અને સૂઝબુઝથી બન્યા છે. વસંતકુંજ – અમદાવાદના જિનાલયો ય એક રોમાંચક ઇતિહાસ છે. મુંબઈ – સુરત – અમદાવાદ વગેરે સ્થળે આવાસોથી વધુ ગૃહમંદિરોના તેઓ પ્રતિષ્ઠાચાર્ય અને માર્ગદર્શનદાતા છે. એમના શિલ્પ સ્થાપત્યના જ્ઞાનનો સર્વાધિક લાભ ઝારખંડમાં આવેલ સમેતશિખર તીર્થનો તલેટી જિનાલયને મળ્યો છે. પૂર્વ ભારતમાં જ નહિ પણ સમગ્ર ભારતમાં તલેટી તીર્થનું નિર્માણ એક યશ કલગીરુપ છે. ધવલ – શ્વેત કિંમતી મકરણાના માર્બલમાં એક જ કેમ્પમાં ૬૦થી વધુ શિખરબંધ દેરાસરો માત્ર પાંચ જ વર્ષના ગાળામાં નિર્માણ કરે. પ્રતિષ્ઠા કરવા માટેનું માર્ગદર્શન કેવું અને કેટલું કિંમતી ગણાય તે આ ક્ષેત્રમાં જે કામ કરે તેને જ સમજાય તેવું છે. તેમના શિષ્ય નિર્માણના જ્ઞાન સાથે પ્રતિમા નિર્માણ અને પરિકર નિર્માણના જ્ઞાનની તોલે પણ વર્તમાનમાં કોઈ આવી શકે તેમ નથી. શિખરજી, લાલબાગ, સ્મૃતિ મંદિર, વસંતકુંજ આદિ સ્થળોના એક – એક પરિકર સ્વતંત્ર શિલ્પ ગ્રંથની ગરજ સારે તેવાં છે. આચાર્યશ્રી પ્રવચનોના પ્રદાનમાં મંદિર છે. જૈન શા†ોની મર્યાદાને જરા પણ ચૂક્યા વિના, માઈક, વિડિયોગ્રાફી, કેબલ રીલે, ટીવી ચેનલ લાઈવ કે રીલે જેવા સંયમ જીવનને બાધક એક પણ માધ્યમનો સીધો કે આડકતરો ઉપયોગ કર્યા વિના ૫૦૦૦ જેટલી સભાને તેઓ સીધા સંબોધિત કરે છે. અવાજ સૌને સરખો સંભળાય, વિષયની પકડ બરાબર, શૈલી આકર્ષક, અવાજમાં મીઠાશ અને પ્રિય સંબોધનો, પ્રશ્નો પૂછવાની છૂટ, તત્કાળ જવાબ કોઈના ય વ્યÂક્તત્વને તોડ્યા વિના વસ્તુ¥વની જ વાત…આવી વિશેષતાઓ વિરલ વક્તામાં જ મળે. તે એમની સિદ્ધિ છે. વ્યાખ્યાન હોય કે વાચના હોય, આલોચના હોય કે ભગવાનની ભÂક્ત હોય, પૂજા – પૂજનમાં નિશ્રા આપવાની હોય કે સંઘોના માર્ગદર્શન આપવાની મિટીંગ હોય, શિષ્યોને ભણાવવાના હોય કે શિલ્પીને સમજાવવાના હોય, ડોક્ટરો સાથે દર્દો અને દર્દની ગંભીર વિચારણા હોય કે નાના બાળકને એની ભાષામાં ત¥વ સંભળાવવાનું હોય – આવા દરેક વિષયો અને કાર્યોમાં તેઓશ્રી નિષ્ણાંતની સાથે અપ્રમત્ત પણે જાડાયેલા જ જાવા મળે છે.
પોતાના ગુરુવરની લાઈન દોરવણી મુજબ જ તેઓ ક્યારેય કોઈને પકડીને નિયમો આપતા નથી કે પૈસાથી થતા કોઈ કામો બતાવતા નથી. તેથી જેમ યુવા વર્ગ તેમની પાસે ડર્યા વિના આવે છે તેમ શ્રીમંતો પણ નિર્ભયપણે આવે છે. તેમના ઉપદેશને ઝીલીને એને જ આજ્ઞા અને ભવ તરવાનો તરણોપાય માનીને લોકો કરોડોનો વરસાદ વરસાવી દે છે. આચાર્યશ્રીના ગુણોનો આછકલો પણ નિર્દેશ કરવા બેસીએ તો પાનાનાં ભરાઈ જાય તેમ છે. અહી કેટલો કરી શકીએ તેમના દીક્ષા સ્વીકારના ૫૦ વર્ષ આગામી પોષ સુદ ૧૪ના તા.૧૧મી જાન્યુઆરીના દિવસે પૂર્ણ થયા તેના નિમિત્તે સમેતશિખરજી ઝારખંડમાં આવેલ તળેટી તીર્થમાં ભારતભરના ભક્તો મળી ‘ગુરુ – ઉપકાર – સ્મૃતિ પર્વ’ ઉજવી રહ્યા છે.
તા.૧૦મીએ ગુરુદેવ આચાર્યશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની દીક્ષાતિથી નિમિત્તે વિવિધ
આભાર – નિહારીકા રવિયા કાર્યક્રમો આયોજાયા છે તો તા.૧૧ અને ૧૨મીએ અનેક રચનાઓ, રંગોલીઓ, જિનેશ્વરની વિવિધ પૂજાઓ, આચાર્યશ્રીના અનેક પ્રવચન – પુસ્તકો તેમજ શા†ગ્રંથોના વિમોચનો, ગુણાનુવાદ સભા આદિનાં આયોજન થયા છે. દેશ-દેશાવરથી મોટી સંખ્યામાં ભાવિકો શિખરજી મધુવનમાં ભેગા થઈ એકવીશમી સદીના અદ્‌ભુત પ્રભાવક ધર્મગુરુ પ્રવચન પ્રભાવક આચાર્યશ્રી વિજય કિર્તિયશસૂરીશ્વરજી મહારાજાના સત્કાર્યોનાં વધામણાં કરી તેમના શતાયું પર્યાયની મંગલ કામના કરશે.