પાલીતાણામાં કોંગ્રેસ પક્ષ દ્વારા જન-વેદના સંમેલન યોજાયું

0
217


પાલીતાણા ઃ પાલીતાણા પટેલ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા આજે કેન્દ્ર સરકારની જન વિરોધી નિતિઓના વિરોધમાં જન-વેદના સંમેલન યોજાયું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રવિણભાઈ વાળાના અધ્યક્ષસ્થાને યોજાયું. આ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસમાંથી કુવરજીભાઈ બાવળીયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયસિંહ સરવૈયા, પાલીતાણા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ રાઠોડ, શ્રી હૈયાતખાન બ્લોચ, કિરીટભાઈ ગોહિલ, ડાયાભાઈ ચોસલા, સહિતના કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં કોગ્રેસ કાર્યકરો ઉપÂસ્થત રહ્યા હતા. પ્રવચનમાં સંજયસિંહે કહ્યું કે, ગ્રાન્ટ પ્રજાની હોય છે. તા.પં.જિલ્લા પંચાયત તમામ કામ કરે છે. રાજ્ય સરકાર નથી કરતી ! ભાવનગરમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ આવી અને એક જ વર્ષમાં ભાજપ કરતા ૭ ગણી વધુ સહાય લોકોને આપી. અલગ અલગ પ્રકારની ર૫૬ પ્રકારની સેવાઓ જિલ્લા પંચાયત પૂરી પાડે છે. ફક્ત આ સેવાઓ જિલ્લા પંચાયત આપે છે. પરંતુ પ્રજા સુધી પ્રચાર આપણે નથી કરતા જે કરવો જાઈએ ગુજરાત સરકારની સેવા સેતુ વિશે કહ્યું કે સતાધારી પક્ષે કોઈ દિવસ આ કામ ન કરાય સરકાર પોતાની જ હોય તો પછી સેવા સેતુ શું કામ ? મા અમૃતમય કાર્ડ એક દિવસમાં ફક્ત ૩૦ નીકળી શકે ત્યારે સેવા સેતુ કરી શું પ્રજાને એક દિવસમાં કેટલા કાર્ડ કાઢી આપે છે. વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પ્રદેશના સંગઠનમાં સંકલન છે. કોઈ નેતા વચ્ચે સંકલન નથી તેવું ભાજપ કહી રહ્યું છે. પરંતુ તે વાત તદ્દન પાયા વિહોણી છે. કાર્યકરો એક થઈ આગામી વિધાનસભા માટે કોંગ્રેસ પક્ષને બહુમતી અપાવવા મહેનતે લાગી જાવ ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડે કહ્યું કાર્યકરોનું સંમેલન છે. નોટબંધીથી પડેલી મુશ્કેલી, ખેડૂતના પ્રશ્નોને લઈ લોકોની વેદના સરકાર સાંભળતી નથી. તાજેતરમાં સાણંદની ઘટનાને આ આકરા શબ્દમાં વખોડી કાઢ્યા હતા. કુવરજીભાઈ બાવળીયાએ પોતાના પ્રવચનમાં પીએમ મોદીને આડા હાથ લેતા કહ્યું કે દેશના લોકોને ગુમરાહ કરે છે. પીએમ મોદી ચાવવાના અને દેખાડવાના અલગ અલગ છે. હાલ ખેડૂતો યુવનો પર અત્યાચાર થઈ રહ્યો છે. આરબીઆઈએ રોજ નવા નિયમ બહાર પાડીને પ્રજાને હેરાન કરવામાં કોઈ કસર છોડી નથી. કાળાનાણું બહાર ન આવ્યું અને પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ. યુપીએ – ૨ની કેન્દ્ર સરકારે ઘડેલા વિવિધ યોજના જેવી કે અન્ન સુરક્ષા કાયદાથી કોંગ્રેસ સરકાર ઈચ્છતી હતી કે કોઈ વ્યÂક્ત રાત્રે ભૂખ્યા સુવે નહી ત્યારે હાલના વડાપ્રધાન અને ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ર વર્ષ સુધી ગુજરાતમાં અન્ન સુરક્ષા કાયદોનું અમલીકરણ ન હતું કરેલ ત્યારે સુપ્રિમ કોર્ટે કહ્યું કે શુ ગુજરાત ભારતનું રાજ્ય નથી તે ભારત બહાર છે અને આ ટકોર પછી કાયદો અમલ બનાવેલ હાલ મનરેગામાં ભાજપના જ લોકો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. અનેક યોજના કેન્દ્રની કોંગ્રેસ સરકારે પ્રજાને આપી છે. નલીયા કાંડથી ભાજપનો અસલી ચહેરો બહાર આવી રહ્યો છે. ભાજપ સરકારના દેખાડનારા ચાવવાના અલગ અલગ છે. બીપીએલ યાદીમાં દર વર્ષ એપ્રિલમે માસમાં સુધારો કરવાનો નિયમ હોય છે. પરંતુ ૨૦૧૧ની યાદી જ ચાલી રહી છે. કોંગ્રેસના આ કાર્યક્રમમાં કાર્યકરોને અનેક આગેવાને સંબોધ્યા હતા.