પ.પૂ. સરલ સ્વભાવી પં.શ્રી મહાનંદવિજયજી મ.સા.ને આચાર્ય પદ પ્રદાન તા.૨૪ ફેબ્રુઆરીના રોજ અર્પણ થશે

0
241


અમદાવાદ ઃ પ.પૂ. તપાગચ્છાધિપતિ આ.શ્રી વિ.પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.આ.ભ.શ્રી વિ. પદ્મપ્રભસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.પં.શ્રી મહાનંદ સૂરીશ્વરજી મ.સા.ને તા.૨૪ ફેબ્રુઆરીના રોજ આચાર્ય પદ પ્રદાન સમારોહ આનંદનગર શ્વે.મૂ.જૈન નવા વાડજના સંઘના આંગણે યોજાશે. આ પ્રસંગે પ.પૂ.ગ.આ.શ્રી વિ.કલ્પજય સૂરીશ્વરજી મ.સા. પ્રેમના આજીવન ચરણઓ પાસક પ.પૂ.આ. શ્રી.વિ. કુલચંદ્રસૂરીશ્વરજી (કે.સી.) મ.સા. આદિની નિશ્રામાં પંચાÂન્હકા મહોત્સવ પ્રસંગ ઉજવાય રહ્યો છે. તા.૨૦ના રોજ ગુરુ ભગવંતોના સામૈયા વ્યાસવાડીથી કરાયા હતા. ત્યારબાદ સામુહિક મંત્રજાપ અનુષ્ઠાન પ્રારંભ તા.૨૧ના રોજ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા, તા.૨૨ના રોજ સૂરિમંત્ર મહાપૂજન રાત્રે ભાવના ભણાવાય. તા.૨૩ના રોજ શ્રી ૧૦૮ પાર્શ્વ પદ્માવતી પૂજન તથા રાત્રે ભાવના ભણાવાય. તા.૨૪ના રોજ પ.પં.શ્રી મહાનંદસૂરીશ્વરજી મ.સા.ને આચાર્ય પદ પ્રદાન વિધિ પ્રારંભ
થશે. બપોરે ૧૨.૩૯ શાંતિસ્નાત્ર ભણાવાશે.