આપણે કેટલા નશીબદાર !!! દશ દ્રષ્ટાંતને દોહિલો પામી નર અવતાર રે દેવ-ગુરુનો જાગ પામીને, કરીએ ધર્મ સુખકાર !

0
296


મનુષ્ય જીવન પ્રાપ્ત કરવું સહેલું નથી. અનંતા જન્મ – મરણ કર્યા પછી પુણ્યનો યોગ હો તો જ પંચેન્દ્રિય મનુષ્યપણું પ્રાપ્ત થાય.
શા†માં ૧૦ દ્રષ્ટંત આપીને મનુષ્યભવ પાછો મળવો મુશ્કેલ છે, તે બતાવ્યું છે.
(૧) ચોકલ ઃ બ્રહ્મદત્ત ચક્રવર્તી જે ભોજન કરે તેવું ભોજન એક સામાન્ય બ્રાહ્મણને મળવું મુશ્કેલ છે, છતાં ચક્રવર્તી કૃપાથી મળી જાય, પણ માનવભવ પાછો મળવો મુશ્કેલ છે.
(૨) પાશક ઃ પાશક એટલે જુગાર રમવાના પાસા. ચાણક્ય પાસે દેવી પાસા હતા. જેનાથી ગૃપ્તચંદ્રને પાટલીપુત્રનો રાજા બનાવે છે. દેવી પાસાથી બધાને હરાવી સોનામહોરાથી તિજારી ભરે છે, એમ મનુષ્યભવ રૂપી પાસા મળ્યા, તો તેને વેડફી ન દેતા. કેમ કે એ પાસા દ્વારા જ મોક્ષરૂપી જીત મેળવી શકશો.
(૩) ધાન્ય ઃ આખા ભારતવર્ષમાં જે ધાનનો મબલક પાક ઉતરે છે, તેનો એક જગ્યાએ ઢગલો કરી, તેમાં એક કિલો સરસવના દાણા ભેળવવામાં આવે અને પછી ૧૦૦ વર્ષની વૃદ્ધ †ીને સરસવના દાણા જુદા કરવાનું કહેવાં આવે, તો તે વૃદ્ધ †ી માટે આ કામ અતિશય મુશ્કેલ છે. અશક્ય છે. એમ એકવાર માનવભેદ વેડફી નાંખ્યો, તો ફરીથી માનવભવ મળવો દુલર્ભ છે.
(૪) દ્યુત ઃ દ્યુથ એટલે જુગાર. રાજા અને રાજપુત્ર રાજ્ય માટે જુગાર રમે, નિયમ છે કે મહેલના ૧૦૮ થાંભલા, દરેક થાંભલાને ૧૦૮ ખૂણા, આ રીતે જુગારમાં ૧૦૮ વખત જિતે તો એક થાંભલો મળે અને જિતતા જિતતા જિતવાવાળો હારે તો રમત ફરીથી શરૂ કરવી, આવો અઘરો નિયમ (૧૦૮ ટ ૧૦૮) આ જુગાર કદાચ હજી જિતાય, પણ મનુષ્યભવ ફરીથી પાછો મળવો દુર્લભ છે.
(૫) રત્ન ઃ વેચેલા રત્નો પાછા મેળવવા દુલર્ભ છે છતાં દૈવી સહાયથી એ પાછા મેળવી શકાય પણ મનુષ્યભવ અને દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી રત્ન પાછા મેળવા અતિ દુર્લભ છે.
(૬) સ્વપ્ન ઃ સૂતા સૂતા એકવાર અતિશય સુંદર સ્વપ્ન આવે, જેમાં તમને ભગવાનના દર્શન થાય. હવે ઉઠી ગયા પછી વિચારો ઃ હું પાછો સુઈ જાઉં, ફરીથી મને ભગવાન દર્શન આપે. જેમ એક વાર સ્વપ્ન આવ્યા પછી ફરી વાર તે સ્વપ્ન આવતું નથી, તેમ મનુષ્યભવ પાછો મળવો દુર્લભ છે.
(૭) ચક્ર ઃ રાધાવેધ કરવા માટે ચક્રો અલગ અલગ દિશામાં લગાવ્યા હોય, જેમાં એકાગ્રતા વગર લક્ષ્ય સિદ્ધ ન થાય, તો હે આત્મન્‌ ! રાધાવેધની જેમ મન એકાગ્ર કરી મોક્ષનું લક્ષ પ્રાપ્ત કર. રાધાવેધમાં એક વાર સમય ચૂક્યા. લક્ષ ગુમાવ્યું. તો ફરી એક તક મળવી મુશ્કેલ છે, અશક્ય છે. તેમ બીજી વાર મનુષ્યભવ મળવો દુર્લભ છે.
(૮) કાચબો ઃ ૧૦૦૦ યોજનનું (એક માપ) એક સરોવર શેવાળથી પુરેપુરું છવાઈ ગયું છે. એક કાચબો શેવાળની નીચે છે. શેવાળને લીધે બહારથી દુનિયાના દર્શન એને થયા નથી. એક વખત એવું બન્યું થોડી શેવાળ ખસી અને કાચબાને બહારની દુનિયાના દર્શન થાય….આ કેટલું દુર્લભ ! બસ એ જ રીતે મનુષ્યભવ એટલો દુર્લભ છે કે પાછો મળતો નથી.
(૯) યુગ ઃ જંબુદ્વિપ પછી અસંખ્ય દ્વિપ સમુદ્ર. પછી છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર, જે ૧૦૦૦ યોજન ઉંડો છે અને અસંખ્યાત યોજના લાંબો-પહોળો છે. પશ્ચિમનો ભાગ અને પૂર્વનો આગળવનો ભાગ ભેગા કરવો કોઈ ઈચ્છે તો તે ક્યારેય ભેગા ન થઈ શકે, તેમ મનુષ્યભવ પણ ક્યારે ય મળતો નથી, એ દુર્લભ છે.
(૧૦) પરમાણું ઃ માણેક રત્નના થાંભલાને કોઈ દેવ પોતાની શÂક્તથી ચૂરેચૂરા કરી નાંખે અને તેના પરમાણું ઉડાડી નાખે અને વિચારે કે બધા પરમાણું પાછા ભેગા કરી કરી નવો સ્તંભ બનાવું. એ કાર્ય જેમ અશક્ય, અસંભવ છે છતાં દેવી શÂક્તથી એમ કદાચ બની શકે, પણ પ્રમાદવશ ગુમાવેલો માનવભવ ફરીથી મળવો એ નિશ્ચિતપણએ દુર્લભ છે.
દેવ-ગુરુનો જાગ પામીને કરી લે ધર્મ સુખકાર
દેવ તરીકે વીરાગ ભગવાન મળ્યા, ગુરુવર્ય પણ મળ્યા. હવે તું ધર્મ કર એ પણ ઉત્તર પ્રકારના ભાવ વડે.
શા†ોમાં કહ્યું છે ઃ જિનમંદિર અને જૈન ઉપાશ્રય તરફ ભરેલા ડગ સંસારના સર્વ દુઃખોને કાપી નાંખે છે.
આવતીકાલની આશા ન રાખો, હાથમાં રહેલી વસ્તુ જેમ ગમે ત્યારે ચાલી જાય છે, તેમ યમરાજના હાથમાં આપણે બેઠા છીએ અને તે ગમે ત્યારે ઉપાડી લઈ જઈ શકે છે, માટે મળેલા આ મહામૂલા માનવભવની એક પણ ક્ષણ એળે જવા દેશો નહી…
કવિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજ તેમણે બનાવેલી સજ્ઝાયમાં જણાવે છે કે ઃ ‘મનુષ્યભવનું ટાણું કાલે વહી જશે રે, અરિહંતના ગુણ ગાવો નરનારા.’
નદીના પાણી વહે, તેમ જીવન ક્યારે વહી જશે તેની ખબર પણ નહિ પડે માટે તું અરિહંતમાં ગુણ ગાઈ લે !
જે વસ્તુ આપણી પાસે હોય તેની વેલ્યું આપણને હોતી નથી. માનવજીવન ! કોઈ ખોડ ખાપણ વિનાનું શરીર !
આભાર – નિહારીકા રવિયા પણ આપણને તેની વેલ્યું નથી.
રૂ. ત્રણ કરોડનું મશીન હોય અને ત્રણ કરોડના દાગીના હોય. બેઉને ક્યાં મુકાય ? દાગીના લોકરમાં અને મશીન ફેક્ટરીમાં. મશીન ઘસારાને આધીન હોય. શરીર પણ ઘસારાને આધીન છે. મશીન પાસે કામ કરાવાય. તેને લોકરમાં મૂકે તો ? મૂરખ કહેવાય.
શરીર એ ઘરેણું નથી કે તેને લોકરમાં મૂકાય, એ તો મશીન છે, તેની પાસે કામ કઢાવો. શેરડીના સાંઠાની જેમ તેનો રસ કાઢો. શેરડીને એક વાર મશીનમાં નાંખે, પછી એને ફેંકી દે ? ના, બીજી વાર નાંખે, ત્રીજી વાર, ચોથી વાર પછી તેને ફોલ્ડ કરીને નાંખે, રસ નીકળે ત્યાં સુધી મશીનમાં જ જાય. આપણે પણ શરીરનો એ રીતે રસ કાઢવાનો છે.
કરોડો રૂપિયાનો કિંમતી સમય, અબજા રૂપિયાનું શરીર મળ્યું તો તેનો વ્યય ધર્મના માર્ગે શા માટે નહીં