જ્યોતિષ સંબંધ જીવન ઉપયોગી માહિતી

0
345


જૈન દર્શનના અંગોમાં તેમ જ કલ્પસૂત્રનાં તૃતીય વ્યાખ્યાનનાં અંતમાં અષ્ટાંગનિમિત (અષ્ટ વિદ્યા) જણાવવામાં આવે છે. કેમ કે ૧. અંગ વિદ્યા, ૨. સ્વપ્ન વિદ્યા, ૩. સ્વર વિદ્યા, ૪. ભોમ વિદ્યા, ૫.વ્યંજન વિદ્યા, ૬.લક્ષણ વિદ્યા, ૭.ઉત્પાત વિદ્યા અને ૮. અંતરિક્ષ વિદ્યા તે પૈકી પાંચમું વ્યંજન વિદ્યામાં મસો, તલ, લાખું વિગેરેનો વિચાર કરવામાં આવે છે જેમ કે, જે મનુષ્યને મસ્તક પર તલ હોય તે મોટા માણસ થાય. લલાટ (કપાળે) તલ હોય તે નસીબદાર થાય. આંખ પર તલ હોય તે સજ્જન થાય. નાક પર તલ હોય તે ઈજ્જત, આબરુદારવાળો થાય. ગાલ પર તલ હોય તે લોકોને પ્રિય થાય. કાન પર તલ હોય તે વિશ્વાસુ થાય. ગળા પર તલ હોય તેનો કંઠ સારો હોય. છાતી પર તલ હોય તે બહાદૂર થાય. પેટ પર તલ હોય તે નિરોગી થાય. જમણા હાથે તલ હોય તે ઉદાર થાય. ડાબા હાથે તલ હોય તે ખર્ચાળ થાય. જમણા પગે તલ હોય તે યાત્રા, જાત્રા કરનાર થાય. ડાબા પગે તલ હોય તે રખડનારો થાય.
આ સાથે યુવા પ્રવચનકાર મુનિરાજ શ્રી સંયમપ્રભવિજયજી મ.સાહેબે જણાવ્યું કે,
– સુંદર આંખો, છૂટા દાંત અને દેખતા ગમી જાય તેવું લાલ કલરનું લાખુ હોય તે વ્યÂક્ત ભાગ્યશાળી થાય છે.
– જીવનનું કોઈપણ અગત્યનું કાર્યની શરૂઆતમાં શુકનરૂપે આટલી વસ્તુ કરવાની સફળતા મળે.
રવિવારે – તપશ્ચર્યા (આયંબિલ) કરવાથી
સોમવારે – અરિસામાં હર્ષ અને આનંદવાળુ મુ જાઈને જવાથી
મંગળવારે – ધાણા ખાઈને જવાથી
બુધવારે – ગોળ ખાઈને જવાથી
ગુરુવારે – દહીં ખાઈને જવાથી
શુક્રવારે – રાઈ ખાઈને જવાથી
શનિવારે – શુદ્ધ ઘી ખાઈને જવાથી સફળતા પ્રાપ્ત થાય
– કપાળમાં ત્રણ કે ચાર રેખાઓ પડે તે જ્ઞાની, ધર્મી અને કિર્તિવાન બને છે.
– હંમેશા સૂતી વખતે ડાબી બાજુ પડખું વાળીને ઉઠતાં જમણી બાજુ પડખું વાળીને ઉઠવાથી આખો દિવસ હર્ષ અને આનંદમય જાય છે અને જા ચત્તા ઉઠવામાં આવે તો આખો દિન ચિંતા – ચિંતામય જાય છે.
– જન્મતાં જ બાળકને લાખું કે હાથની નીચે વાળનો ગુચ્છો હોય તો તે મહાન ભાગ્યશાળી થવાનો છે એમ સમજવું.
સામાન્ય રીતે વ્યÂક્તનો રાશિ પ્રમાણે સ્વભાવ
૧.અ.લ.ઈ. રાશિ મેષ, દલીલથી થાકે નહી લેશ, વકીલ, વિતંડા, વાદીવેશ, ભાગ્ય મેળવે બાલ્યાવેશ.
૨. વૃષભ ગણી છે બ.વ.ઉ. જૂના વિચારોથી ભરપૂર લીધી વાત ન મેલે કોર, જીવનભર સુખસંપત જાર.
૩. મિથુન ક.છ.ઘ. કહેવાય, બહુ દોડે પણ થાકી જાય; સેવા માટે સઘળે ઘાય, અપજશ લઈ માંગે વિદાય.
૪. કર્ક કહે ડ ને હ હું, કોક મેર તો મારે શું ? કરું કામ મારું ચૂપચાપ, મને ન ઓળખે મા કે બાપ.
૫. સિંહ સમોવડ મ.ટ.હોય,સૂતા જગાડીને શકે ન કોય; રહે નહિ જા મારી વાત, લાખ મળે તોય મારું લાત.
૬. પ.ઠ.ણ. કન્યાના તન, જાક ઓફ ઓલ, માસ્ટર ઓન નન; નડે નાર ને નર સુખદાય, એ રાશિ કન્યા સરજાય.
૭. ર.ત. તુલાની પીછાણ, ડહાપણનો દરિયો ખાણ, ઠગી શકે ન એને ચોર, ગણિતમાં નહિ એની જાડ.
૮. વૃશ્ચિવ ન.ય સાદાજન, હલે ચલે નહિ એનું તન; ક્યારે કરડે જાણ કોણ, વરસે ત્યારે ઘીનું મોણ.
૯. ભ.ધ.ફ.ઢ ધન રાશિ હોય, સ્વાર્થમાં પહોંચે નહિં કોય; મધ્યાસ્થા સુખમાં જાય, ઉત્તરાવસ્થામાં એ પસ્તાય.
૧૦. મકર કહે સહુ અમને ભજા, ખ.જ. માટે જગતને તજા; હું સાચો ને મારો વાદ, મને બદલતાં ન મળે બાદ.
૧૧. કુંભ ને ભાગે ગ.શ. જાય, ઉંઘ કરે કાં ફરવા જાય; વાંચે વડવાનો ઈતિહાસ, આળસનાં દાસાનું દાસ.
૧૨.દ.ચ.ઝ.ય. મીન મનાય, સત્તાથી એ નવ ગભરાય; સંગીત પ્રેમી સર્વ હોય, જીવનમાં સુખને દુઃખ જાય.
આ બારેય રાશિનાં વ્યÂક્તઓનો સ્વભાવ લગભગ આ પ્રમાણેનો હોય છે. ક્યારેય કોઈને ગ્રહની અસર થતાં બદલાય પણ શકે છે.