સાધુ – સાધ્વીજી ભગવંતને ગોચરી કેવી રીતે વહોરાવવી

0
275


• એવું કહેવાય છે કે- ભાવ પૂર્વક ગોચરી વહોરાવવાથી આરાધનાનો છઠ્ઠો ભાગ મળે છે.
• નયસાર – ધન્ના સાર્થવાહ સુપાત્ર દાનથી જ સમ્યક્ત્વ પામ્યા હતા.
• દાન શ્રદ્ધાપૂર્વક, દાનની મહત્તા સમજીને, સ્વાર્થવૃત્તિ વગર આપવું. એથી પ્રકૃષ્ટ પુણ્ય બંધાય અને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે.
• ગોચરીના સમયે શ્રાવકના ઘર ખુલ્લા હોય, શ્રાવક વાટ જાતો હોય. કારણ સાધુ બેલ વગાડી નાં શકે અને, ઘર બતાવવા નોકર કે પુજારી નહિ… ખુદ શ્રાવકોએ જવું જાઈએ.
• ‘ધર્મલાભ’ સંભળાય ત્યારે ઉભા થઈને વિનયપૂર્વક- “પધારો…પધારો” બોલવું.
• પાટલા ઉપર થાળી મૂકી, તેમાં મહરાજ સાહેબનું પાત્ર મુકાવવું.
• ઘરના તમામ સભ્યોએ લાભ લેવો. સંસ્કાર પડે માટે નાના છોકરાઓ પણ વહોરાવે.
• મહરાજ સાહેબ પધારે… ત્યારે, લાઈટ-પંખો-ટી.વી.-ગેસ-રેડિયો બંધ-ચાલુ ના કરાય.
• ગોચરીના સમયે ટી.વી.-ગેસ-રેડિયો બંધ-ચાલુ ના કરાય.
• ગોચરીના સમયે ટી.વી.-રેડિયો અવશ્ય બંધ રાખવા જાઈએ. કાચા પાણીથી હાથ ધોવા નહિ.
• નવા વાસણ-ચમચા બગાડવા નહિ. ઢોળાય નહિ તે રીતે વહોરાવવું.
• મેનુની જેમ બોલીએ તો… મહરાજ સાહેબને માંગીને વહોરવું પડે ! માટે- વિનંતી કરીને વહોરાવતા જવું.
• ચંપલ પહેરીને વહોરાવવું અવિનય છે. ? કેળું અડધું જ વહોરાવવું. છાલ પૂરી ઉતારવી નહિ.
• રસોઈ બનાવતા પહેલા-મહરાજ સાહેબને યાદ કરવા નહિ અને, બનાવ્યા પછી ભૂલવા નહિ.
• સ્પે. આધાકર્મી ગોચરી મહરાજ સાહેબને ઉદ્દેશીને નિષ્કારણ બનાવવી નહિ.
• રસોઈ બનાવતી વખતે મહરાજ સાહેબને નજરમાં રાખીને વધુ ના બનાવાય. શાકભાજી, ફ્રુટ વગેરે વનસ્પતિ, કાચું પાણી, અÂગ્ન વગેરેને અડીને વહોરાવાય નહિ.
• ગરમ દૂધ વગેરે ફુંક મારીને ન વહોરાવવા….
(અહેવાલ ઃ વિપુલ શાહ, તસ્વીર ઃ અમી વી.શાહ)
આભાર – નિહારીકા રવિયા