ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતશ્રી. અભયદેવસૂરીશ્વરજી મ.સા.ના હસ્તલિખીત શિક્ષા પત્રી ગ્રંથ સ્વામીનારાયણ સંપ્રદાયને ગ્રંથ અર્પણ

0
310


નડીયાદ ઃ પરમ પૂજ્ય જૈનાચાર્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા., નૂતન આચાર્ય ભગવંત શ્રી વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા. આદિઠાણા નિશ્રામાં જૈન સમાજ દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયને સુવર્ણાક્ષરી શ્રી નમસ્કાર મહામંત્ર યુક્ત શ્રી શિક્ષાપત્રી ગ્રંથ અર્પણ. શ્રી સ્વામીનારાયણ ભગવાને ૧૯૧ વર્ષથી વધારે પૂર્વે જે સ્થાને શિક્ષાપત્રી ગ્રંથનું લેખન કર્યું હતું એજ શ્રી સ્વામીનારાયણ મંદિર-વડતાલ ધામે વડતાલ ગાદીપતિ ૧૦૦૮ ધ.ધુ.શ્રી રાકેશભાઈ સ્વામીજી, શ્રી દેવપ્રકાશ સ્વામીજી, મુખ્ય કોઠારી શ્રી ઘનશ્યામપ્રસાદ સ્વામીજી, શા†ી શ્રી નૌતમપ્રસાદ સ્વામીજી આદિ ૧૫૦થી વધુ સંત સમુદાય, જૈન, સ્વામીનારાયણ, હિન્દુ, બૌદ્ધ, મુÂસ્લમ, ખ્રિસ્તી આદિ સમાજાના અગ્રણીઓની ઉપÂસ્થતિમાં આજરોજ સોમવાર તા.૨૦-૦૨-૧૭ એક અનોખો ઐતિહાસિક પ્રસંગ વડતાલ ધામે ઉજવાયો.
જૈનાચાર્યોનું સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા વડતાલ જૈન દેરાસરની સ્વામીનારાયણ મંદિર સામૈયું કરવામાં આવ્યું. જેમાં જૈન પરંપરા અનુસાર ઠેર ઠેર ગહુલી આદિ આલેખન કરવામાં આવ્યું.
વિશેષતામાં શ્રી નવકાર મહામંત્ર યુક્ત શ્રી શિક્ષાપત્રીનું સોનાની શ્યાહીથી હસ્તલિખિત આલેખન, પૂર્વે શ્રી જૈન આગમો અને શ્રી ભગવતગીતા લખાન પદ્ધતિથી આલેખન, હજારો વર્ષનું આયુષ્ય ધરાવતા પાના ઉપર આલેખન, શા†ીય પદ્ધતિથી સુવર્ણ ચુર્ણ, ગુંદર વગેરેના કેમિકલ રહિત ઔષધિ યુક્ત શ્યાહીથી ગ્રંથનું આલેખન.વડતાલ જૈન સંઘના યુવાનો ગ્રંથને સોનાની પાલખી પર વિરાજિત કરી પધાર્યા. સ્વામીનારાયણ સંપ્રદાયે સમારોહનું આયોજન કરાયું. ૨૬૦૦ વર્ષ પ્રાચીન પ્રભુ મહાવીરની પરંપરાને સંતો દ્વારા જયનાદ થયો.
સ્વામીનારાયણ સંપ્રદાય વડતાલ ધામ દ્વારા જૈન ધર્મનું એક શા† = આગમ + આ રીતે સુવર્ણાક્ષરી હસ્તલિખિત તૈયાર કરી જૈન સમાજ, પૂજ્ય ગચ્છાધિપતિશ્રીને અર્પણ કરશે એની ઘોષણા કરાઈ. ગાદીપતિશ્રીએ ગુરુદેવને + કામળી ઓઢાડી, ગુરુદેવશ્રી દ્વારા શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ પ્રદાન કરવામાં આવી. ડહેલાના ઉપાશ્રયના શ્રાવકો, અભય ફાઉન્ડેશન – અમદાવાદ, શુભ મંગલ ફાઉન્ડેશન – સુરત, વડતાલ જૈન સંઘ, અમદાવાદ, સુરત, મુંબઈ, બરોડા, નવસારી આદિ ગામોના વિવિધ સંઘોના શ્રાવકો, ધાનેરા તપગચ્છ જૈન સંઘના શ્રાવકો, અભય મોક્ષ વિહાર ધામ, પુણ્યતારા પરિવાર આદિ જૈન જૈનેત્તર સહિત સમગ્ર ભારતભરમાં તેમજ દેશ-વિદેશથી પધારેલ ૫૦૦૦થી વધુની જનમેદની. જૈન ધર્મની પરંપરાને માન આપતા સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા આજે સમગ્ર વડતાલ ધામમાં તમામ વ્યÂક્તઓ માટે ભોજન સંપૂર્ણ જૈન પરંપરા અનુસાર ક્યાંય પણ કંદમુળનો વપરાશ વિના બનાવવામાં આવ્યું હતું. સ્વામીનારાયણ સંપ્રદાય, પ્રતિવર્ષ, આજના દિનને ઉત્સવ તરીકે ઉજવશે.
પરશોત્તમભાઈ રૂપાલા – કેન્દ્રીય મંત્રી – ભારત સરકાર, શંભુનાથજી ટુંડીયા – મહંત ઝાંઝરતકા અને રાજયસભા સાંસદ, સુનિલજી મહેતા – આર.એસ.એસ. પશ્ચિમ પ્રાંત પ્રચારક, વલ્લભભાઈ કથિરિયા – અધ્યક્ષ – ગૌસેવા આયોગ, રણછોડભાઈ ભરવાડ – વી.એસ.પી. તથા રાજકીય – ધાર્મિક અનેક મહાનુભાવો ઉપÂસ્થત રહ્યા હતા.
પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રી દ્વારા હંમેશા અહિંસા પ્રધાન ધર્મો સાથે સ્નેહનો સેતુ બાંધવાનો પ્રયાસ થઈ રહ્યો હોય છે. આ પૂર્વે આપશ્રી દ્વારા જૈનાના ૪૫ આગમ, હિન્દુ ધર્મની શ્રી ભગવત ગીતા અને હવે સ્વામીનારાયણ સંપ્રદાયનો શ્રી શિક્ષાપત્રી ગ્રંથ સુવર્ણાક્ષરે સોનાની શ્યાહીથી હસ્તલિખિત અને હજારો વર્ષો સુધી ટકી રહે એ પદ્ધતિથી ગ્રંથનું નિર્માણ થયું છે. જે સ્વયંમાં એક નજરાણું છે. પ્રાચીન કાળમાં પણ જૈન સમાજ દ્વારા જૈન ગુરુ ભગવંતોની પ્રેરણાથી અન્ય ધર્મિયો સાથે સદ્ધાવના સેતુ બંધાયા હતા.ભારતીય આર્ય સંસ્કૃતિની રખેવાળ અને રક્ષામાં જૈન ધર્મનો અમૂલ્ય ફાળો રહ્યો છે.ગચ્છાધિપતિ આચાર્ય ભઘવંત શ્રી વિજય અભયદેવ સૂરીશ્વરજી મહારાજ દ્વારા ધર્મ સમાજ સંસ્કૃતિ અને આચારની રક્ષા કાજે સમયે સમયે સચોટ માર્ગદર્શન પ્રાપ્ત થઈ રહ્યું છે.
વાદ નહી પણ સંવાદ – સમાધાન અને સ્નેહ દ્વારા સેનાપતિ સમાજ આચાર્યશ્રીએ આંતરધર્મિયો વચ્ચે સદ્વાવ સ્થાપિત કરવામાં નિર્ણાયક ભૂમિકા અદા કરી છે.