Main Menu

અમરેલી જિલ્‍લાની જનતાની બ્રોડગેજ રેલ્‍વે પ્રશ્‍ને ધીરજ ખુટી

અમરેલી, તા. 4
અમરેલી જિલ્‍લાને આઝાદીનાં 7 દાયકા બાદ પણ બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા અપાવવામાં તમામ પક્ષનાં આગેવાનો નબળા પુરવાર થયા હોય તેવા જ સમયે સાવરકુંડલાનાં વતની અને સુરત સ્‍થિત યુવા અગ્રણી નિરવ મસરાણીએ સુરત-સૌરાષ્‍ટ્ર રેલ્‍વે સુવિધા લડત સમિતિનાં બેનર તળે ગાંધી જયંતિથી જનજાગૃતિ અને પ્રતિક ધરણા શરૂ કર્યા છે.
ગઈકાલે લીલીયા અને સાવરકુંડલા રેલ્‍વે સ્‍ટેશને તમામ પક્ષોનાં આગેવાનો, સામાજિક સંસ્‍થાઓ, નિવૃત અધિકારીઓ, વેપારી સંગઠનોનાં સહયોગથી પ્રતિક ધરણા કર્યા બાદ આજે રાજુલા ખાતે અને આવતીકાલે મહુવા ખાતે પ્રતિક ધરણા કરીને મહુવા-સુરત વચ્‍ચે દોડતી અઠવાડીક ટ્રેનને દરરોજ દોડાવવાની પ્રબળ માંગ કરી છે.
આજે રાજુલા ખાતે નિવૃત પોલીસ અધિકારી ઠાકર, આમ આદમી પાર્ટીનાં કનુભાઈ દુધરેજીયા તેમજ અનેક રાજકીય અને સામાજિક આગેવાનો પણ સમર્થનમાં જોડાયા હતા.

Source: Amreli News(Next News) »