શ્રી વિમલનાથ દાદાના અને પૂ.સાધ્વીવર્યા શ્રી પ્રિયવંદાશ્રીજી મ.ની પુનિત સ્મૃતિ તથા ગુરૂમુર્તિની પ્રતિષ્ઠા તા.૨૪ ફેબ્રુઆરીના રોજ થશે

0
232

પાલીતાણા ઃ સુરેન્દ્રનગર જિલ્લાનું અણિન્દ્રા ખાતે આ.શ્રી.જયશેખરસૂરીશ્વરજી મ.સા.ના વરદહસ્તે પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન થયેલ છે. તા.૨૨ ફેબ્રુઆરીના રોજ શ્રી વિમલનાથ દાદા પૂ.સા.શ્રી પ્રિયવંદાશ્રીજી મ.ની ગુરૂમુર્તિ તથા પ.પૂ.આ.શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા. વિગેરેનો પુનિત પ્રવેશ થયો. સાથોસાથ શ્રી પ્રિયવિમલ ધામનું ઉદ્‌ઘાટન આરાધના ભવનમાં મંગલકુંભ વિધાન તથા મંગલદિપક પ્રાગટ્ય નૂતન શિખરબદ્ધ જિનાલયમાં શ્રી કુંભ સ્થાપના, દીપ સ્થાપના, જવારારોપણ તથા નવગ્રહપુજન શ્રી દશાદિકપાલ પૂજન શ્રી અષ્ટમંગલ પૂજન તા.૨૩ના રોજ વિમલનાથ દાદાના શ્રી ૧૦૮ મંત્રાભિષેક મહાવિધાન તથા અઢાર અભિષેક વિધાન તા.૨૪ના રોજ પ્રતિમા પુજા ગાદીનશીન વિધિ પ્રતિષ્ઠા વિધાન બપોરે મહાશાંતિ-તૃપ્તિ-પુÂષ્પદાયક બૃહદ્‌ અષ્ટોતર મહાશાંતિ સ્નાત્ર ભણાવાશે. તા.૨૫ના રોજ નૂતન શિખરબદ્ધ જિનાલયનું દ્વારોદ્‌ઘાટન આ પ્રસંગે રાજપરા, મુંબઈના વિવિધ સંઘો મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.