સેંજળધામ ઉત્‍સવનાં સમાપન પ્રસંગે પૂજય બાપુનું ઉદ્યબોધન

0
16

સેંજળધામ ઉત્‍સવનાં સમાપન પ્રસંગે પૂજય બાપુનું ઉદ્યબોધન

સમાધિઓ સદાય ચેતન જ હોય, કદી જડ ન હોય

રાજુલા, તા.ર0

પૂજય મોરારિબાપુની નિશ્રામાં સેંજળધામ ખાતે ઘ્‍યાનસ્‍વામીબાપા ટ્રસ્‍ટનાં ઉપક્રમે પ્રતિવર્ષ યોજાતા ત્રિવિધ કાર્યક્રમો પૈકી આજે 19 ફેબ્રુઆરીનાં સમાધિ મંદિરનો 3રમો પાટોત્‍સવ, 17મો સમુહ લગ્નોત્‍સવ અને નવમો ઘ્‍યાનસ્‍વામીબાપા એવોર્ડ અર્પણ સમારોહ સંપન્‍ન થયો. કાર્યક્રમનાં પ્રારંભે કાશ્‍મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને સહુએ મૌન શ્રઘ્‍ધાંજલિ પાઠવી.

પ્રસંગોચિત ઉદ્યબોધનમાં પૂજય બાપુએ જણાવ્‍યું કે અહીં બધા સંતચરણો હેતુ વગરનું હેત વરસાવવા પધારે છે. ભગત થવું બહુ અઘરું છે, બાપ. હેરાન થયા વગર હરિભજન થઈ શકતું નથી. બાપુએ કહૃાું કે સમાધિ આગળ ચેતન શબ્‍દ લગાડવાની જરૂર નથી. સમાધિઓ સદા ચેતન જ હોય, એ કદી જડ હોઈ શકે જ નહીં. સમાધિ વિશેષણ મુકત હોય છે. સમગ્ર પરંપરા જયારે ગંગધારાની જેમ વહી રહી હોય એ ચેતન જ હોય.

સમાધિ સુધી પહોંચવાની પ્રક્રિયાઓ વર્ણવતા બાપુએ કહૃાું કે એક પ્રક્રિયા છે સ્‍વરૂપ અનુસંધાન. જે ભગવાન શંકર ર્ેારા આપવામાં આવી. જેણે નીજ સ્‍વરૂપમાનું અનુસંધાન કર્યુ એ સમાધિ સુધી પહોંચે. ભગવાન પતંજલિએ ચિતવૃતિનાં નિરોધ ર્ેારા યોગ માર્ગનાં આઠમાંસોપાન સાથેની સમાધિની પ્રક્રિયા દર્શાવી છે. ભગવાન બુઘ્‍ધ તો સમાધિ સુધી પહોંચતા જ નથી તેઓ તો ઘ્‍યાન સુધી જ પહોંચવાનું કહે છે. ચૈતન્‍ય સ્‍વામી હરિનામ સંર્કિતન ર્ેારા સમાધિની પ્રક્રિયા અપનાવે છે. વૈષ્‍ણવ સંપ્રદાયમાં સ્‍મરણ સમાધિ સુધી પહોંચાડે છે. સેવાનો મારગ પણ સમાધિ સુધી પહોંચવા. કોઈ સેવા ન કરે પણ એકાંતમાં ચિંતન કરે એવો રમણ મહર્ષિએ ચીંધેલો માર્ગ પણ સમાધિની એક પ્રક્રિયા છે.

બાપુએ કહૃાું કે સમાધિનો એક અદભૂત મારગ ભજન છે. અને છેલ્‍લે સાધુ સમાધિ છે.

બાપુએ બહુ જ માર્મિક રીતે જણાવ્‍યું કે બુઘ્‍ધનાં મતે શુભકર્મ કરવું એ મહત્‍વનું નથી. શુભકર્મ ન કરો, સાધુ બનો, સાધુ પાસે કદી અશુભ કાર્ય આવી શકે જ નહીં. શુભકર્મ પણ સાધુપણા સાથે કરો. સાધુતા મહત્‍વની છે. જે જીવે છે એના ચૈતન્‍યનું સન્‍માન કરો.

બાપુએ જણાવ્‍યું કે આશ્રમોમાં સાધનાનાં ભોગે વ્‍યવસ્‍થા વધારવાની જરૂર નથી. જયાં માત્ર વ્‍યવસ્‍થા વધશે પણ સાધનાની પીઠીકા નહીં હોય ત્‍યાં એ પ્રક્રિયા લાંબો સમય ટકશે નહીં. ભજન, સાધના અને તપસ્‍યા વધશે તો આ સમાધિઓ વધુ આશિર્વાદ આપશે.

મમતા ત્‍યાગવાની જરૂર નથી સાધુએ મમતાથી સમાજની સેવા કરવાની છે. મમતા વિના સેવા ન થઈ શકે. આવી જગ્‍યાઓએ પોતાની મુકિતના ભોગે મમતા રાખી છે. સાધુપણું શુભનું મૂળ છે.એનો જયારે સ્‍વીકાર થાય છે, ત્‍યારે બહુ આનંદ થાય છે. સેવા અને સ્‍મરણ એવી સાધના છે. જેમાં કોઈ ક્રિયાકાંની જરૂર નથી.

કાર્યક્રમમાં મહામંડલેશ્‍વર શ્રી શ્રી 1008 શ્રી વસંતબાપુ હરિયાણી, શ્રી શ્રી 1008 મહામંડલેશ્‍વર શ્રી નિર્મળાબા, સાયલાનાં મહંતશ્રી દુર્ગાદાસબાપુ, જુનાગઢનાં મહામંડલેશ્‍વર શ્રી જગુબાપુ ઉપરાંત કચ્‍છ- કાઠિયાવાડની અનેક જગ્‍યાઓનાં સંતો- મહંતો અને ભાવકોની ઉપસ્‍થિતિમાં ચલાલા દાનબાપુની જગ્‍યાનાં ગાદીપતિ શ્રી વલકુબાપુને શ્રી ઘ્‍યાન સ્‍વામીબાપા એવોર્ડ અર્પણ કરીને તેમની ભાવવંદના થઈ.

પૂજય વલકુબાપુને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહૃાું કે અમને ભગતડાંને જો ભકત તરીકે કોઈએ જોયા હોય, જોડયા હોય અને સ્‍વીકાર્યા હોય તો તે સંત શિરોમણિ પૂજય મોરારિબાપુ છે. તેમણે કહૃાું કે અમારી ભમેનરભ અને અમારું ભબેનરભ સલામત રહે એવા આશીર્વાદ આ સમાધિઓ ર્ેારા અમને મળતી રહે. કાર્યક્રમનું રસપ્રદ અને ભાવપૂર્ણ સંચાલન હરિશચન્‍દ્ર જોશીએ કર્યુ.