અમરેલી જિલ્‍લામાં એસ.ટી.નાં પૈડા થંભી ગયા

0
14

કર્મચારી યુનિયનની વિવિધ માંગણીઓ સંતોષવામાં ન આવતાં

અમરેલી જિલ્‍લામાં એસ.ટી.નાં પૈડા થંભી ગયા

ગરીબ અને મઘ્‍યમવર્ગીય મુસાફરો તેમજ વિદ્યાર્થીઓની મુશ્‍કેલીમાં વધારો થયો

અમરેલી, તા. ર0

અમરેલી સહિત રાજયભરમાં આજે મધરાતથી એસ.ટી. બસોની હડતાલનું એલાન કરવામાં આવ્‍યું હોય રાત્રે 1ર વાગ્‍યાથી નિગમનાં આઠ હજાર કર્મચારીઓ હડતાલ પર ઉતરશે અને તે સાથે જ રાજયભરમાં દોડતી 7700 બસનાં પૈડાં થંભી જશે. જે બસ જયાં આગળ પહોંચી હોય ત્‍યાંથી નજીકનાં ડેપોમાં રોકી દેવા ડ્રાઈવર-કન્‍ડકટરોને સૂચના આપી દેવામાં આવી છે. કર્મચારી મહામંડળ, વર્કસ ફેડરેશન અને મજદૂર સંઘ સહિતના ત્રણેય મુખ્‍ય યુનિયનોએ હાથ મિલાવી લેતાં નિગમની કચેરીથી લઈ સરકાર સુધી દોડધામ મચી ગઈ છે. હડતાલને મોકુફ રખાવવા માટે તેમજ તોડી પાડવા માટે અંતિમ વાટાઘાટો ચાલી રહી છે. જો વાટાઘાટો સફળ રહેશે તો હડતાલ મોકૂફ રહે તેવું બની શકે છે.

ગુજરાત રાજય સરકાર ર્ેારા અન્‍ય સરકારી કર્મચારીઓને સાતમાં પગારપંચની ભેટ આપવામાં આવી છે. પરંતુ દિવસ-રાત જોયા વિના કામ કરતાં ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્‍યવહાર નિગમનાં ડ્રાઈવરો અને કન્‍ડકટરો સહિતનાં આઠ હજારથી વધુ કર્મચારીઓને સાતમું પગારપંચ આપવામાં નહીં આવતાં હવે આજે મધરાતથીરાજયવ્‍યાપી હડતાલનું એલાન જાહેર કરી દેવામાં આવ્‍યું છે. સાતમું પગારપંચ લેવા કર્મચારીઓએ ચક્કાજામનું એલાન કરી દીધું છે. અગાઉ વારંવાર ચીમકીઓ છતાં નિગમને નહીં સંભળાતા યુનિયનોએ હવે હડતાલનું ભએકસલરેટરભ દબાવીદીધું છે. હડતાલને ભબ્રેકભ કરવાના પ્રયાસો ચાલી રહૃાા છે અને જો બ્રેક ન લાગે તો ભહેન્‍ડ બ્રેકભ મારવા સરકાર એલર્ટ છે. નાની માંગણીઓના સ્‍વીકારરૂપી ભસ્‍પીડ બ્રેકર્સભ મુકીને હડતાલ તોડી પાડવા કવાયત ચાલી રહી છે. વાટાઘાટો કરીને હડતાલની ગાડીને ભસેલ્‍ફભ લાગે તે પહેલાં જ ભચાવીભ કાઢી લેવા સરકાર ગતિશીલ બની છે.