બાબરામાં કપિ મહારાજનાં આગમનથી બાળકો ખુશ

0
17

બાબરામાં આજે સવારે એકાએક કપિ મહારાજ આવી ચડતા બાળકોમાં ભારે રમત ચડી હતી. આખો દિવસ કપિ મહારાજની પાછળ બાળકો દોડ લગાવી રહયા હતા તો લોકો દ્વારા કપિ મહારાજને કેળા, બિસ્‍કીટ સહિતના ખાદ્ય પદાર્થો આપી રહયા હતા. બાબરામાં આજે સવારે એકાએક કપિ મહારાજ (વાંદરા)નું આગમન થતા લોકો અને બાળકો જોવા દોડી આવ્‍યા હતા.બાબરામાં બગીચામાં અચાનક કપિ આવી જતા અહીં ખેલકૂદ કરતા બાળકોને કપિને જોવા દોડી આવ્‍યા હતા. કપિને જોવા આવેલા લોકો દ્વારા કેળા, બિસ્‍કીટ સહિતના ખાદ્ય પદાર્થો લોકો કપિને ખવરાવી રહયા છે. તેમજ કપિ સાથે ફોટા પડાવી સોશ્‍યલ મીડિયામાં પણ લોકો વાયરલ કરી રહયા છે. હાલ બાબરામાં વાંદરાના આગમનથી બાળકોમાં વધારે આનંદ છવાઈ ગયો છે.