કાર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતાં ર સગાભાઈઓનાં કમકમાટીભર્યા મોત

0
18

બાબરા નજીક આવેલ કરીયાણા ગામની ઘટના

કાર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતાં ર સગાભાઈઓનાં કમકમાટીભર્યા મોત

અન્‍ય ડબલ બાઈક સવારો પણ હડફેટે ચડયા

બાબરા, તા. ર0

બાબરામાં કરીયાણા ગામ નજીક ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં બે સગા ભાઈઓના ઘટના સ્‍થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા જયારે અન્‍ય બે યુવાનોને ઈજાઓ થતાં બાબરાના સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. ઘટનાની જાણ થતાં બાબરા પોલીસ ઘટના    સ્‍થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અકસ્‍માતના બનાવની વિગત મુજબ અહીં કરીયાણા ગામ પાસે આવેલ સોનપરી મહાદેવની જગ્‍યાની સામે પુરપાટ ઝડપથી આવી રહેલ એક કાર ઘ્‍વારા બે બાઈક સવારને જોરદાર ઠોકર મારતા બંને બાઈક સવારો હવામાં ફંગોળાય ગયા હતા અને જોરદાર અકસ્‍માત સર્જાયો હતો અને અકસ્‍માત સર્જી કારચાલક કાર મુકી ફરાર થઈગયો હતો.

આ બનાવમાં બાબરા તાલુકાનાં માધુપુર ગામના ડાયાભાઈ મનજીભાઈ જાદવ (ઉ.વ. 60) તેમજ નરસિંહભાઈ મનજીભાઈ જાદવ (ઉ.વ. 70)નું ઘટના સ્‍થળે જ મોત નિપજયું હતું. આ બંને ભાઈઓ સવારે બેંકમાં પોતાના ખાતામાં રકમ જમા થઈ છે કે નહી તે જોવા આવ્‍યા હતા. અહીં બેંકનું કામ પતાવી પરત પોતાના ગામ જવા નીકળ્‍યા હતા ત્‍યારે ગામ નજીક બનાવ બનતા બંને ભાઈઓનાં ઘટના સ્‍થળે મોત નિપજયા હતાં.

જયારે અન્‍ય એક બાઈક સવાર મહેશભાઈ નાગજીભાઈ સારલા (ઉ.વ. 30) તા. સાયલા, જી. સુરેન્‍દ્રનગર તેમજ સુરેશભાઈ બાબુભાઈ ડાભી (ઉ.વ. 3ર) રહે. કર્ણુકી આ બંને ભાઈઓ લગ્ન લઈ બાબરા તરફ આવી રહૃાા હતા ત્‍યારે કાર ચાલકે આને પણ હડફેટે લીધા હતા. જો કે સદનસીબે આ બંને યુવાનોને કોઈ મોટી ઈજાઓ થઈ નહોતી. સામાન્‍ય ઈજાઓ થતાં તેમને બાબરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા. બાઈક ચાલક મહેશભાઈ નાગજીભાઈ નિનામા ઘ્‍વારા કાર ચાલક વિરૂઘ્‍ધ બાબરા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઘ્‍વારા ફરાર કાર ચાલકને ઝડપી પાડવા અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.