અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીનાં પૂતળાનું દહન કરીને રોષ વ્‍યકત કરતાં ભાજપનાં યુવા કાર્યકર્તાઓ

0
17

સરદાર પટેલનાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વિષે વિવાદીત નિવેદનને લઈને

અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીનાં પૂતળાનું દહન કરીને રોષ વ્‍યકત કરતાં ભાજપનાં યુવા કાર્યકર્તાઓ

પ્રદેશ યુવા મોરચાનાં મનિષ સંઘાણીની પોલીસે અટકાયત કરી

અમરેલી, તા.ર0

અમરેલીના ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ સરદાર વલ્‍લભભાઈ પટેલના સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વિષે વિવાદીત નિવેદન આપતા ભારતીય જનતા પક્ષમાં રોષ ઉભો થવા પામેલ છે. ત્‍યારે અમરેલી ખાતે સાંજના સમયે યુવા મોરચાના આગેવાન મનિષભાઈ સંઘાણી સહિતના યુવા આગેવાનોએ પરેશ ધાનાણીના જ અમરેલી ગામમાં ડો. જીવરાજ મહેતા ચોક ખાતે પરેશ ધાનાણી વિરૂઘ્‍ધ સૂત્રોચ્‍ચાર કર્યા હતા અને બાદમાં પરેશભાઈ ધાનાણીના પૂતળાનું દહન કરવામાં આવતા પોલીસ દ્વારા પ્રદેશ યુવા મોરચાના મનિષભાઈ સંઘાણીની અટકાયત કરીહતી.

આ અંગે મનિષ સંઘાણીએ પત્રકારોને જણાવ્‍યું હતું કે, ગુજરાતને પ્રથમ મુખયમંત્રી આ અમરેલીએ આપ્‍યા હતા. ત્‍યારે તે જ ભૂમિ ઉપરથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા વિપક્ષ નેતાએ જે રીતે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અંગે વિવાદીત નિવેદન આપતાં યુવા ભાજપ મોરચામાં રોષ ભભૂકી ઉઠયો છે અને પરેશ ધાનાણી માફી માંગે તેવી માંગ કરી હતી.

મનિષ સંઘાણી પ્રદેશ ભાજપ યુવા મોરચાના આગેવાન હોય, ઠેર ઠેર પરેશ ધાનાણી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ પણ અંતમાં તેઓએ જણાવ્‍યું હતું.