એસ.ટી.ની કંગાળ હાલત પાછળ રાજય સરકાર જવાબદાર

0
13

મળતીયાઓની ઊંચા ભાડે બસો ભાડે રાખવામાં આવતા તિજોરી ખાલી

એસ.ટી.ની કંગાળ હાલત પાછળ રાજય સરકાર જવાબદાર

પ્રાઈવેટ વોલ્‍વો અને વાદળી બસ રૂપિયા 47 પ્રતિ કિ.મી.નાં ભાડે રાખવાની જરૂર શું હતી

એસ.ટી.નાં એક નિર્દોષ કર્મચારીએ મુખ્‍યમંત્રીનેવેદનાપત્ર પાઠવ્‍યો

અમરેલી, તા. ર1

અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર રાજયમાં એસ.ટી.નો પૈંડા થંભી જતા ગરીબ અને મુસાફર વર્ગમાં ભારે નારાજગી ઉભી થઈ છે. ગતિશીલ ગુજરાતમાં એસ.ટી.ની ગતિ અટકી જતાં રાજય સરકારની બેદરકારી બહાર આવી છે.

દરમિયાનમાં એસ.ટી.નાં એક નિર્દોષ કર્મચારીએ મુખ્‍યમંત્રીને ખુલ્‍લો વેદનાપત્ર પાઠવતા જણાવેલ છે કે, એસ.ટી. કર્મચારીઓને જો આ સાતમું પગારપંચ માત્ર નફો નહીં કરવાના કારણે ન આપી શકાતુ હોય તો અમારી આપને નમ્ર વિનંતી છે કે તમોએ તમારા સગાની પ્રાઈવેટ વોલ્‍વો (સફેદ) અને વાદળી (એસી) બસો જે એસ.ટી.માં જબરદસ્‍ત રૂપિયા 47 : 00 પર કિલોમીટરના અને ડીઝલ એસ.ટી.નુંએ ધોરણે મુકી છે. તે ગાડીઓ નિગમનું રોજનું લાખો રૂપિયાનું નુકશાન કરી રહી છે. આંદોલનનો બીજો મુખ્‍ય મુદો છે તે એસ.ટી.નિગમને ખત્‍મ કરવાનું મુખ્‍ય કારણ બની રહી છે. તેને પ્રથમ બંધ કરો. સરકાર એસ.ટી.કર્મચારીઓને પગાર પંચ ન આપી શકતી હોય તો એસ.ટી.નાં 4પ000 ફરજ પરના કર્મચારીઓ અને અંદાજિત રપ,000 નિવૃત કર્મચારીઓ કુલ મળીને 70,000 કર્મચારીઓ અને તેમનો પરિવાર એટલે કુલ મળીને ર,80,000 અમરા મત અને એ અમરા 70,000 પરિવાર સાથે જોડાયેલ અમારાં શુભેચ્‍છકો એટલે લગભગ પ,00,000 મત અમે ગુજરાતનીબીજેપીની સરકારને આપી શકીએ નહી અમે સરકારનાં કોઈ            મેળાવડાઓમાં પણ ભાગ જ લઈ શકિયે નહી. આજ એસ.ટી.ના કર્મચારીઓ ર4 કલાક રોડ ઉપર આમ જનતાની સેવામાં વ્‍યસ્‍ત હોય છે. તે જનતામાં લોકશાહી ઢબે પ્રજામાં સંદેશો આપવા સૌ થી વધારે સક્ષમ છે. સરકારની ખોટી નીતિ નિગમને નુકશાનીમાં લાવી અને પોતાના મળતીયાઓને સોંપી દેવાાની નીતિ આમ જનતા સુધી ઉજાગર કરવા આ એસ.ટી.કર્મચારીઓ સમર્થ છે. એસ.ટી.ના બિચારા નિર્દોષ કર્મચારીઓ મોરબીનું હોનારત હોય, કચ્‍છનો ભૂકંપ હોય, સુરતમાં નો પ્‍લેગ હોય, સુરત પાણીમાં ડુબી ગયું હોય, ગોધરાકાંડ હોય, અમદાવાદ અને વડોદરાનો કોમવાદ હોય, કે સ્‍વાઈન ફલુ હોય, આ એસ.ટી.નો બિચારો નિર્દોષ કર્મચારી કયારેય, મોતની બીકે કે કયારેય ઈન્‍ફેકશનની બીકે કે            ઉનાળાની પર ડીગ્રીએ ગરમી કે    શિયાળાની માયનસ ડીગ્રીએ ઠંડી કે, ચોમાસાની અતીવૃષ્‍ટિ, કે પોતાનો પરિવાર ભૂકંપમાં ઘર વિહોણો થયો હોય તોય એક સૈનિકની માફક આ કર્મચારીઓ એ સતત પણે અને સળંગ કામ કર્યુ છે. અને કયારેય સમાજમાં કે અન્‍ય સારાં નરસામાં હાજરી પણ આપી શકતો નથી. અને રાજયના તમામ નિગમ તમામ ગુજરાત સરકારના કર્મચારીઓને સાતમું પગારપંચ મળતું હોય તો એસ.ટી.ના બિચારા નિર્દોષ કામદરોનેનહી આપી અને આપી શકાય નહી તે કયાંયનો નિયમ, હિટલર શાહી વ્‍યવહાર અને વર્તનને બંધ કરી આ બિચારા એસ.ટી.ના નિર્દોષ ગરીબ કામદારોના આ કારમી મોંધવારીમાં પરિવારોની હાલત તો જુઓ. ર4 કલાક કામ કર્તા આ ડ્રાઈવર કંડકટરના પરિવારને તમારી સરકાર, મહિને રૂપિયા 1પ,000 જેવું સામાન્‍ય મજદુર કરતાં પણ ઓછું મહેનતાણું આપો છો અને કહો છો કે પગારપંચ આપી શકાય નહી આ કયાંનો નિયમ છે. તેમ અંતમાં જણાવેલ છે.