હયદ થઈ : બિસ્‍માર માર્ગોની મરામત કરવાને બદલે મોટા ઉપાડે પાણીનો છંટકાવ શરૂ થયો

0
13

વાયબ્રન્‍ટ અને વિકાસશીલ ગુજરાતની વાસ્‍તવિકતા અનેરી છે

હયદ થઈ : બિસ્‍માર માર્ગોની મરામત કરવાને બદલે મોટા ઉપાડે પાણીનો છંટકાવ શરૂ થયો

શહેરમાં બિસ્‍માર બનેલ માર્ગ નવા બનાવવાનું શાસકોને યાદ આવતું નથી

અમરેલી, તા. ર1

અમરેલી શહેરમાં થયેલા આડેધડ ખોદકામથી અમરેલી શહેર ધુળીયું શહેર બની જવા પામ્‍યું છે. આ શહેરમાં ચૌતરફ ધુળની ડમરીઓ ઉડતી હોવાનાં કારણે શહેરીજનો ઉપર બિમારીનો ખતરો પણ વધી ગયો છે. ત્‍યારે નવા માર્ગ ન બને ત્‍યાં સુધી શહેરીજનોએ આ ધુળની ડમરીનો સામનો કરવો પડશે. અમરેલી શહેરમાં ધુળની ડમરીઓથી બચવા માટે શહેરમાં અનેક જગ્‍યાએ પાણીનાં ટેન્‍કો ર્ેારા પાણીનો છંટકાવ કવામાં આવી રહૃાો છે, તેમ છતાં પણ આ ધુળની ડમરીઓ તો ઉડતી રહી છે.