લાઠીનાં દુધાળામાં જળસિંચનની ઉમદા કામગીરી કરાઈ

0
18

લાઠી તાલુકાના દુધાળા ગામે ધોળકીયા પરિવારમાં ગોવિંદભાઈ ધોળકીયા, સવજીભાઈ ધોળકીયાના આર્થિક સહયોગથી સને ર000ની સાલમાં વખાર, બિડીયા, પાટી સહિતના વિસ્‍તારમાં 3પ કિ.મી. એરિયામાં જલધારા કેનાલો બનાવવામાં આવી હતી. આ કેનાલોમાં મોટા પ્રમાણમાં કાપ અને ઝાડી ઝાંખરાના કારણે પૂરતા પ્રમાણમાં પાણી સંગ્રહ થઈ શકતો ન હોવાથી ધોળકીયા પરિવારના અરજણભાઈ ધોળકીયા અને તેમના ધર્મપત્‍નિ શારદાબેન ધોળકીયા પાછલા દોઢ મહિનાથી માદરે વતન રોકાય સ્‍વખર્ચે હિટાચી-જેસીબી સહિતના સાધનો લઈ 3પ કિ.મી.ના એરિયામાં બનાવેલી તમામ કેનાલો, નદી, નાળા, બંધારોમાંથી કાપ, ઝાડી-ઝાંખરા સફાઈ અભિયાન હાથ ધરી પુરતા પ્રમાણમાં કેનાલોમાં પાણી સંગ્રહ થાય તેવી કામગીરી કરવામાં આવતા સરપંચ ગોકુળભાઈ સાટીયા સહિતનાગામજનોએ ધોળકીયા પરિવાર દ્વારા થઈ રહેલ જળ સંગ્રહની કામગીરી આવકારી શુભેચ્‍છા આપી હતી. તેમ અશોકભાઈ કથીરીયાની યાદીમાં જણાવાયું છે.