અમરેલીમાં મસાલાની મૌસમ પૂરબહારમાં આવી 

0
11

અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં હવે મસાલાની સિઝન શરૂ થઈ જવા પામી છે, ત્‍યારે અમરેલીનાં ગઢની રાંગ પાસે પાણી દરવાજા નજીક રોડ ઉપર મસાલા માર્કેટ ઉભી કરવામાં આવતા લોકો ધાણી-ધાણા, જીરૂ, હળદર, તથા સુકા લાલ મરચાની ખરીદી કરવા લાગ્‍યા છે. મસાલા માર્કેટમાંથી લોકો 1ર મહિના સુધી વાપરી શકાય તે માટે થઈ લોકો જાતે તપાસી અને મસાલાનાં ભાવતાલ કરી ખરીદીનો પ્રારંભ કરી દીધેલ.