ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા શહીદોને સ્‍મરણાર્થે ‘ભજન સંઘ્‍યા’ યોજાઈ

0
10

માનવસેવા અને લોક કલ્‍યાણકારી કાર્યોની અવિરત ધારા વહેવડાવતી ભાગીરથી રૂપી સંસ્‍થા, ચલાલા અને આજુ-બાજુના વિસ્‍તાર માટે આશિર્વાદ રૂપ એવા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ ચલાલા દ્વારા દેશના વીર જવાનોને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરવાની સાથે સ્‍વ. બાબુદાદા રૂપારેલીયાની પ્રથમપૂણ્‍યતિથિની ઉજવણીના ભાગરૂપે ભવ્‍ય સંતવાણી અને લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સંતવાણી અને લોક ડાયરામાં ઘનશ્‍યામભાઈ લાખાણી, મેરામણભાઈ ગઢવી, અશોકભાઈ માણીયા, યોગીતાબેન પટેલ, ભીખુભાઈ માલવીયા, ઘનશ્‍યામભાઈ કળથીયાએ પોતાની સાજીંદા ટીમ સાથે દુહા-છંદ, વીર શૌર્ય ગાન, લોક સાહિત્‍ય, હાસ્‍ય તથા ભજન દ્વારા મહેમાનો, ગ્રામજનો તથા આસપાસના વિસ્‍તારમાંથી આવેલ લોકોને ખૂબ આનંદ કરાવ્‍યો હતો. આ કાર્યક્રમમાં સંસ્‍થાના વડા રતિદાદા ખોડલધામ નેસડીથી પૂ. લવજીબાપુ, રાંદલ માતાજીના દડવાથી પૂ. રસીકબાપુ, વિદેશી મહેમાનો, વરિષ્ઠ આગેવાનો તથા આસપાસના વિસ્‍તારમાંથી બહોળી સંખ્‍યામાં લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.