પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની કામગીરીથીઅમરેલી જિલ્‍લાનાં માથાભારે શખ્‍સો ભોંભીતર

0
12

લોકસભાની ચૂંટણીમાં લુખ્‍ખાગીરી કરીને માહોલ બગાડવાનો પ્રયાશ થઈશકશે નહી

કોઈ અધિકારી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહૃાા હોય તો તેનો લાભ લાખોની જનસંખ્‍યાને થાય તે સાબિત થયું

અમરેલી, તા. 13

અમરેલીનાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની કડક કામગીરીથી જિલ્‍લામાં લુખ્‍ખાગીરી કરી ભયનો માહોલ ઉભો કરનાર શખ્‍સોમાં હાલ ભયનો માહોલ ઉભો થયો છે. જિલ્‍લાની 1પ લાખની જનસંખ્‍યાનાં આશિર્વાદ પોલીસ અધિક્ષક પર વરસી રહૃાા છે.

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા એક દાયકામાં દિનપ્રતિદિન લુખ્‍ખાગીરી અને માફીયાગીરી માથુ ઊંચકી રહી હતી. જિલ્‍લાની જનસંખ્‍યા પણ પોલીસ અને રાજકારણીઓ પર વિશ્‍વાસ ગુમાવી રહી હતી. તેવા જ સમયે રાજય સરકારે અમરેલીનાં પોલીસ અધિક્ષક તરીકે નિષ્ઠાવાન નિર્લિપ્‍ત રાયની નિણૂંક કરીને જિલ્‍લામાં કથળેલી કાયદો-વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સુધારવા ખુલ્‍લા મને કામ કરવા સુચના આપી હતી.

બાદમાં નિર્લિપ્‍ત રાયે ફરજ પર હાજર થતાં જ તેમના વિભાગમાં સાફસુફી કર્યા બાદ સમગ્ર જિલ્‍લાનાં માથાભારે શખ્‍સો, ફરાર આરોપીઓ, બુટલેગરો, વિવિધ પ્રકારનાં માફીયાઓ પર પોલીસ અધિકારીઓને સુચના આપી અને જરૂર પડે તો તેઓ ખુદ જ આરોપીને ઝડપવા જતાં હોય પોલીસ અધિકારીઓમાં પણ ઉત્‍સાહનો વધારો થયો અને છેલ્‍લા થોડા મહિનાઓમાં ગુન્‍હાઓનું પ્રમાણ ઘટવા માંડયું અને ગુન્‍હેગારોને જુદી-જુદી જેલ ભેગા કરી દેવામાંઆવતાં જિલ્‍લાની જનતામાં રાહતની લાગણી ઉભી થઈ છે.

જિલ્‍લામાં અનેક માથાભારે શખ્‍સોને રાજકીય આગેવાનો પ્રોત્‍સાહન આપી રહૃાા છે તે પણ જનતા સારી રીતે જાણી રહી છે. પરંતુ પોલીસ અધિક્ષકને એક પણ રાજકીય આગેવાન માથાભારે શખ્‍સની ભલામણ કરી શકતા ન હોય આથી રાજકીય ઓથે ધાકધમકી કરતાં શખ્‍સો પણ ફફડી રહૃાા છે.

આમ પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની કામગીરીથી જિલ્‍લાની જનતામાં રાહતનો માહોલ જોવા મળી રહૃાો છે અને નિષ્ઠાવાન અધિકારી પર જનતા જનાર્દન આશિર્વાદ વરસાદી રહી છે.