ઇલેક્શન 2019 / અમરેલી લોકસભા ક્ષેત્રનાં અપેક્ષીત કાર્યકર્તા અને આગેવાનોને નિરક્ષક  આર.સી.ફળદુ,  જયંતીભાઈ કવાડીયા,  નિમુબેન બાંભણીયા સેન્‍સ લીધી

0
9

અમરેલી લોકસભા ક્ષેત્રનાં અપેક્ષીત કાર્યકર્તા અને આગેવાનોને નિરક્ષકો  આર.સી.ફળદુ,  જયંતીભાઈ કવાડીયા,  નિમુબેન બાંભણીયા સેન્‍સ લીધી હતી. અમરેલી લોકસભામાં ભાજપ છેલ્‍લી બે ટર્મથી સત્તા સ્‍થાને છે. ત્‍યારે આગામી ચુંટણીમાં અમરેલી લોકસભા સીટ પુઃ ભાજપને મળે તે માટે પાર્ટી દ્રારા પ્રદેશના  આગેવાનોને અમરેલી   લોકસભાના કાર્યકર્તાઓને સાંભળવા માટે આયોજન કરવામાં આવ્‍યું હતું .  સવારે ૯:૩૦ કલાક થી અમરેલી જિલ્‍લા ભાજપ કાર્યાલયે સાંભળવામાં આવ્યા હતા . આ સેન્‍સ બેઠકમાં રાષ્‍ટ્રીય પદાધિકારી, અને કારોબારી સભ્‍ય, તેમજ રાષ્‍ટ્રીય પરીષદના સભ્‍ય, વિવિધ મોરચાનાં રાષ્‍ટ્રીય પ્રદેશ પદાધિકારી, વિવિધ સેલનાં રાષ્‍ટ્રીય અને પ્રદેશ કન્‍વીનર, સહ કન્‍વીનર, પ્રદેશ પદાધિકારી, પ્રદેશ કારોબારી સભ્‍ય, તેમજ પ્રાદેશીક પ્રતિનીધીશ્રી, પ્રદેશ મોરચાનાં હોદેદારશ્રીઓ, સેલના પ્રદેશ કન્‍વીનરશ્રી, સહ કન્‍વીનરશ્રીઓ, કેન્‍દ્ર અને રાજય સરકાર બોર્ડ નિગમના ચેરમેન, વાઈસ ચેરમેન, અને ડીરેકટરઓ, લોકસભા સીટની વ્‍યવસ્‍થા સંચાલન સમિતીનાં સભ્‍યઓ, જિલ્‍લા સંકલન સમિતી, જિલ્‍લા પદાધિકારીઓ, જિલ્‍લા મોરચાનાં પ્રમુખ, મહામંત્રીઓ, વિવિધ પ્રકલ્‍પનાં કન્‍વીનર, સહ કન્‍વીનરશ્રીઓ, પૂર્વ સાંસદ સભ્‍યઓ, પૂર્વ ધારાસભ્‍યઓ, ગત વિધાનસભાની ચુંટણી લડેલા ઉમેદવારશ્રીઓ, શહેર/તાલુકા મંડલનાં પ્રભારી, પ્રમુખ, મહામંત્રીઓ, જિલ્‍લાનાં તત્‍કાલીન પૂર્વ પ્રમુખ, જિલ્‍લા પંચાયતના ચુંટાયેલ સભ્‍યશ્રીઓ, તાલુકા પંચાયત, નગરપાલીકાનાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા, અને વિપક્ષ નેતાશ્રીઓ, સહકારી ક્ષેત્રનાં વિવિધ સંસ્‍થાઓમાં પ્રદેશ, જિલ્‍લા કક્ષાનાં ચેરમેનશ્રી, વાઈસ ચેરમેન, અઘ્‍યક્ષ, ઉપાઘ્‍યક્ષ અને એ.પી.એમ.સી.ના ચેરમેન, વાઈસ ચેરમેનઓ, જિલ્‍લા કક્ષાનાં સીનીયર કાર્યકર્તાઓ સાભળીયા હતા