ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટ સર્ચ ખાતે થયેલા હુમલામાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ દ્વારા રૂ.૨,૪૫,૦૦૦/- ની સહાય

0
11

“મારા ભાઈ-બહેનો શું આપને એવું નથી લાગતું કે આજના વિશ્વની તમામ સમસ્યાઓના મૂળમાં પ્રેમનો અભાવ છે?” આ વેદનાયુક્ત શબ્દો છે
પૂજ્ય મોરારિબાપુના કે જેવો છેલ્લા 60 ઉપરાંત વર્ષોથી “પરસ્પર પ્રેમ દેવો ભવ” ના સૂત્રને ચરિતાર્થ કરવા પ્રયત્નશીલ છે. ઝનુન, ઉન્માદ, ધાર્મિક
સંકુચિતતા અને વિઘટનકારી વિચારધારાઓએ વિશ્વને ખુબ નુકશાન પહોચાડ્યું છે. જેનું એક વરવું ઉદાહરણ એટલે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટ સર્ચ
ખાતે થયેલ હુમલો. આ હુમલામાં ૪૯ વ્યક્તિઓએ પોતાનો જીવ ખોયો છે. ન્યૂઝીલેન્ડ ખાતે સ્થિત રામકથાના શ્રોતાઓની મદદ વડે ‘શ્રી
હનુમાનજીની સાંત્વનારૂપે શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા પ્રત્યેક મૃતકના પરિવાર જનોને મોરારિબાપુએ રૂ.૫૦૦૦/- ની સહાય
પહોચાડવામાં આવશે. જેની કુલ રાશિ રૂ.૨,૪૫,૦૦૦/- છે.

હરેશ જોશી – કુંઢેલી