બાબરા G.I.D.C. રોડ ઉપરથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતી ચીજ- વસ્તુઓ સાથે આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી ટીમ

0
9

પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, સાહેબ* દ્વારા આગામી લોકસભા સામાન્ય  ચુંટણી અનુસંધાને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા અને પેટ્રોલીંગ દરમ્યાન કડક વાહન ચેકીંગ હાથ ધરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે  અન્વયે તા.૧૬/૦૩/૨૦૧૯  ના રોજ એસ.ઓ.જી.ના  પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી બાબરા  પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન G.I.D.C. રોડ ઉપર  સેન્ટ્રોકાર સાથે એક  ઇસમ શંકાસ્પદ રીતે ઉભેલ જોતા તે ઇસમને ચેક કરતાં દેશી દારૂ  બનાવવાના ઉપયોગ માટે સડેલો ગોળ તેમજ ઇસ્ટના(લાટો) પેકેટ સાથે ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપી
અફઝલભાઇ  મહેબુબભાઇ ફોગ ઉ.વ.-૨૬ રહે.આટકોટ જી.રાજકોટ

ફરાર આરોપી
વિજયભાઇ પોપટભાઇ વાઘરી રહે. ગળ કોટડી તા.બાબરા
​​
પકડાયેલ મુદ્દામાલ
દેશી દારૂ બનાવવા માટેનો અખાધ્ય ગોળ ( સડેલો ગોળ ) ૧૯૦ કિ.ગ્રા કિ.રૂ.૧૯૦૦/- તથા ઇસ્ટના (લાટો) પેકેટ નંગ-૧૪ તથા  ૭ કિ.ગ્રા કિ.રૂ. ૭૦૦/- તથા એક સેન્ટ્રો કાર કિ. રૂ .૧,૦૦,૦૦૦/-  તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ સહિત કિ.રૂ.૧,૧૨,૬૦૦/-

આમ, અમરેલી એસ.ઓ.જી.ટીમને દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતી ચીજ- વસ્તું  સાથે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.