રાજુલાના વડ ગામના ઉપસરપંચનો ડાયરામાં ફાઇરીંગ કરતો વિડીયો ફેસબુક પર વાઇરલ થતાં ફાઇરીંગ કરનારને તમંચા સાથે પકડી પાડતી એસ.ઓ.જી. અમરેલી

0
11

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* દ્વારા આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અનુસંધાને ભયમુક્ત અને તટસ્થ મતદાન થાય તે હેતુથી ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇસમો પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એસ.ઓ.જી. પો.સબ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમે *રાજુલાના વડ થી છતડીયા જવાના રસ્તેે આવેલ ખારાવાળી ખોડીયાર માતાજીના મંદિર પાસેથી એક ઇસમને દેશી બનાવટના તમંચા સાથે* ઝડપી લીધેલ છે.

પકડાયેલ આરોપીનો ડાયરામાં ફાઇરીંગ કરતો વિડીયો ફેસબુક પર થયો હતો વાઇરલ*
ગઇ તા.૨૦/૦૧/૨૦૧૯ ના રોજ ફેસબુક પર ડાયરામાં એક વ્યક્તિ જાહેરમાં હવામાં તમંચા વડે ફાઇરીંગ કરતો હોય તેવો વિડીયો વાઇરલ થયેલ હોય અને આ વિડીયો રાજુલાના પિયુષ ગૌસ્વામી નામના વ્યક્તિએ અપલોડ કરેલ હોય વિડીયોમા અજયભાઇ એવુ નામ પણ બોલતા હોય તો આ ફાયરીગ કોઇ મલીન ઇરાદાથી કરેલ છે કે કેમ ? તેમજ ફાઇરીંગ કરનાર ઇસમ હથિયાર રાખવા અંગે કોઇ લાઇસન્સ ધરાવે છે કે કેમ અને જાહેર જનતામાં આ ફાઇરીંગના બનાવ અંગે શુ પ્રત્યાઘાતો પડેલા છે, ફાયરીગ કયા સ્થળે થયેલ છે વિ. જાણવા સારૂ *રાજુલા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.ડી.એ.તુંવર* નાઓએ *રાજુલા પો.સ્ટે. જાણવા જોગ રજી.નં.૦૨/૨૦૧૯, તા.૨૯/૦૧/૨૦૧૯* થી રજી. કરી આ અંગે તપાસ હાથ ધરેલ હતી. અને તપાસ દરમ્યાન આ વિડીયોમાં ફાઇરીંગ કરનાર ઇસમનું નામ અજય ખુમાણ, રહે.વડ, તા.રાજુલા વાળો હોવાનું જાણવા મળેલ ત્યારથી મજકુર *અજય ખુમાણ, રહે.વડ, તા.રાજુલા વાળો નાસતો ફરતો હતો.*

મજકુર ઇસમને અમરેલી એસ.ઓ.જી.એ ચોક્કસ બાતમી આધારે દેશી બનાવટના તમંચા સાથે પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.

પકડાયેલ આરોપીઃ-*
અજય બાબુભાઇ ખુમાણ, ઉં.વ.૩૩, ધંધો.ખેતી, રહે.વડ, તા.રાજુલા, જી.અમરેલી.*

ઉલ્લેખનીય છે કે પકડાયેલ ઇસમ અજય બાબુભાઇ ખુમાણ વડ ગ્રામ પંચાયતનો ઉપસરપંચ છે અને તેમના પત્ની  સરપંચ છે.

પકડાયેલ મુદ્દામાલઃ-*
એક દેશી બનાવટનો તમંચો, કિં.રૂ.૩,૦૦૦/-

આરોપી અજય બાબુભાઇ ખુમાણનો ગુનાહિત ઇતિહાસઃ-*
અજય બાબુભાઇ ખુમાણ વિરૂધ્ધ માં ભુતકાળમાં નીચે મુજબના ગુન્હાઓ રજી. થયેલ છે.
1⃣ *રાજુલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૮૮/૨૦૧૪, ઇ.પી.કો. કલમ ૩૯૭, ૧૧૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫*
2⃣ *રાજુલા પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૧૦૬/૧૪, ઇ.પી.કો. કલમ ૨૯૫, ૫૦૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫*
3⃣ *રાજુલા પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૧૫/૨૦૧૫, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૬(ર) વિ.*
4⃣ *રાજુલા પો.સ્ટે . સે.ગુ.ર.નં. ૫૭/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૫૦૪, ૫૦૬(ર) વિ.*

પકડાયેલ ઇસમ વિરૂધ્ધ  આર્મ્સ એક્ટ તળે કાર્યવાહી કરી આરોપી અને મુદ્દામાલ વધુ તપાસ અર્થે રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી.* ની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એસ.ઓ.જી. પો.સબ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.