Wah Gujarat

Gujarat Live Breaking News

અમરેલી સમાચાર

સાંસદ કાછડીયા અને માજી સાંસદ સંઘાણી વચ્‍ચે સમાધાન ન થાય તો ભાજપનો સફાયો નિશ્ચિત

અમરેલી, તા. ર1
અમરેલી જિલ્‍લા ભાજપમાં સાંસદ જુથ અને સંઘાણી જુથ એકબીજાને પાડી દેવાની એકપણ તકછોડતુ ન હોય ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં આ જુથવાદને લઇને ભારે ચિંતાનું વાતાવરણ જોવા મળી રહયુ છે. અમરેલી જિલ્‍લામાં આગામી દિવસોમાં ગામ પંચાયતો અને બાદમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. એક તરફ પાટીદાર સમાજ અનામતની માંગને લઇને ભાજપ સરકારથી નારાજ ચાલી રહયો છે. તો દલિત સમાજમાં પણ ભાજપ તરફી નારાજગીનો માહોલ છે અને હવે જિલ્‍લા બેન્‍કમાં જુની નોટ સ્‍વીકારવામાં આવતી ન હોય જિલ્‍લાનાં ખેડૂતોમાં પણ ભાજપ સામે રોષનું વાતાવરણ જોવા મળી રહયુ છે. તેવા જ સમયે સાંસદ જુથ અને સંઘાણી જુથ વચ્‍ચેનો મતભેદ ભાજપને ભારે પડી શકે તમે છે અને મોટા ભાગની પંચાયતો તેમજ વિધાનસભાની તમામ બેઠક પર ભાજપને વિજય બનવું મુશ્‍કેલ નહિં નામુમકીન બનશે.


Source: Amreli News

error: Content is protected !!