Main Menu

મેઘધનુષ

ગગનરૂપી કેનવાસ પર પ્રકૃતિના તેજ અને જળ તત્વથી રચાતું કુદરતનું એક અનુપમ સર્જન. ક્ષિતિજ પર બનતી ક્ષણિક ઘટના. જેમ નિર્ગુણ બ્રહ્મ ‘એકોહં બહુસ્યાં’ કરીને એકમાંથી અનેક થઈને સગુણ બની સૃષ્ટિની રચના કરે છે એવી આ કોઈક અદ્વિતિય ઘટના એટલે મેઘધનુષ. આપણે ત્યાં મેધધનુષ મોટે ભાગે અર્ધવર્તુળાકાર જોવા મળે છે પણ કહેવાય છે કે ગગનરૂપી બ્રહ્માંડમાં બાર વર્ષે પૂર્ણવર્તુળાકાર મેઘધનુષ બને છે, જે હકીકતમાં મેઘધનુષ નથી હોતું પરંતુ તમામ દેવો વર્તુળાકારે ઊભા રહીને સમુહમાં પૂજા કરે છે તેનું પ્રતિબિંબ હોય છે. આવા કેટકેટલાં રહસ્યો મેઘધનુષના સાત રંગ પાછળ છુપાયેલા છે. આવી જ અદ્વિતીય ઘટના માનસરોવરને કિનારે નિહાળવાનું સુખ પ્રાપ્ત થયું હતું.

નીલા કડકિઆ
વાલકેશ્વર
મુંબઈ
kadakia_neela@hotmail.com
https://shivshiva.wordpress.com