Main Menu

Sunday, February 10th, 2019

 

ભાવનગર-ગાંધીનગર ટ્રેનનો થયેલો પ્રારંભ

તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ સવારે ૮/૧૫ કલાકે ભાવનગર ટર્મીનસ ગાંધીનગર ટ્રેઈન નં.૧૯૨૦૪-૧૯૨૦૩ ને ભાવનગરના રેલ્વે સ્ટેશન ખાતેથી લીલી ઝંડી બતાવી સાંસદ ડો. ભારતીબેન શિયાળ, મેયર  મનહરભાઈ મોરી નાયબ મેયર અશોક બારૈયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડી. આર. એમ. રૂપા શ્રીનિવાસન સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન શિયાળ એ જણાવ્યુ હતું કે ભાવનગરથી ગાંધીનગર સુધી જતી આ ટ્રેઈનમાં મુસાફરી કરનારા લોકોને અમદાવાદના આંબલી રોડ સ્ટેશન સુધીનું ભાડુ રૂપિયા ૧૦૦ અને ગાંધીનગર સુધીનું ભાડુ રૂપિયા ૧૧૦ ચુકવવાનું રહેશે. આ ટ્રેઈનમાં ૦૮ કોચ અને ૦૧ એ. સી. કોચનીRead More


ભાવનગર ખાતે ગુજરાત રાજ્ય ભારત  સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા નગરયાત્રા યોજાઈ

આજે તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦/૦૮ કલાક થી બપોરના ૧૧/૫૦ કલાક સુધી ગુજરાત રાજ્ય ભારત  સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજીત ૨૮મી રાજ્યરેલી અંતર્ગત અંદાજે ૧૭૦૦ બાળકોએ  ભાવનગરના વાઘાવાડી રોડ પરની દક્ષિણામુર્તિ હાઈસ્કુલથી સંત કંવરરામ ચોક,  મ. ન. પા. કચેરી, રૂપમ ચોક, હાઈકોર્ટ રોડ, એ. વી. સ્કુલના ગ્રાઉન્ડ સુધી નગરયાત્રા યોજી હતી. આ નગરયાત્રામાં બેન્ડની સુરાવલી સાથે શિસ્તબદ્ધ રીતે દેશભક્તિના સુત્રો બોલી અને ચાલતાં નાચતા, ગાતા  સ્કાઉટ ગાઈડના બાળકોને જોઈને નગરજનો પોતાના એન્ડ્રોઈડ મોબાઈલમાં વીડિયો શુટીંગ કરવા લાગ્યા હતા, મ. ન. પા. કચેરી નજીક આ યાત્રા પહોંચતા મેયરશ્રી મનહરભાઈ મોરી,Read More


વસંતપંચમી નીમિત્તે આજે લગ્નની ધૂમ

શહેર અને જિલ્લામાં અનેેક સ્થળોએ સમુહલગ્નનું વિવિધ સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળ દ્વારા આયોજીત કરવામાં આવેલ જેમા નવયુગલોએ પ્રભૂતામાં પગલા પાડ્યા હતા. શહેરમાં પણ લગ્નની ધૂમ અને વરઘોડામાં જાનૈયાઓ ડીજે અને બેન્ડબાજાના તાલે નાંચતા જોવા મળ્યા હતા. વંસતપંચમીના પાવન દીવસે આજે અનેક યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. Source: Gujarat Live News વસંતપંચમી નીમિત્તે આજે લગ્નની ધૂમ


અપહરણ, ગેંગરેપના આરોપીને ઝડપી લેતી એસઓજી

એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટરી ડી.ડી. પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા પોલીસ હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ ને મળેલ બાતમી આધારે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના અપહરણ- ગેંગ રેપના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી સલીમભાઇ હુસેનભાઇ મોગલ/ફકીર ઉ.વ.૨૦ રહેવાસી-૫૦ વારીયા, કોર્ટ પાસે પાલીતાણા જી. ભાવનગર વાળાને ઘોઘાસર્કલ, કબ્રસ્તાન પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમારની સુચનાથી પોલીસ હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જગદીશભાઇ મારૂ તથા પોલીસRead More


રાષ્ટ્રીય સર્વજન વિકાસ પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સંજયભાઈ ભડીયાદ્રા આજે ભાવનગરની મુલાકાતે

લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો અને આગેવાનો પણ લોકસભા બેઠક જીતવા માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રીય સર્વજન વિકાસ પાર્ટી (ઇજીફઁ) ના ગુજરાતના અધ્યક્ષ સંજયભાઈ ભડીયાદ્રા આજે લગ્ન પ્રસંગે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા, તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણવ્યું હતું કે હાલ સમગ્ર દેશની જનતા એક સારા ત્રીજા વિકલ્પ માટે જંખી રહી છે, ત્યારે અમારો પક્ષ દેશની તમામ જનતાના હિતમાં કામ કરશે, તેમજ આગામી લોકસભાની ચુંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર  ઉમેદવારો જનતાને સાથે રાખી અને ચુંટણી લડશે, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમારીRead More


અપહરણ, ગેંગ રેપના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી SOG

આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા પોલીસ કોન્સ. શરદભાઇ ભટ્ટ ને મળેલ બાતમીઆધારે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન અપહરણઅ ગેંગ રેપના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પ્રવિણભાઇ ઉર્ફે દવેભાઇ બાલાશંકરભાઇ બારૈયા રહેવાસી ગામ-પીપરલા તા.તળાજા જી.ભાવનગર વાળાને ઘોઘારોડ મંત્રેશ કોમ્પ્લેક્ષ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમારની સુચનાથી એ.એસ.આઇ. જી.પી.જાની તથા પોલીસ કોન્સ. યોગીનભાઇ ધાંધલ્યા તથા બાવકુદાન ગઢવીRead More


હિન્ડોરડાના પુલ પાસે મોટું ડાયવર્ઝન કાઢવા માંગ કરાઈ

રાજુલા નજીક નેશનલ હાઈવેના હીન્ડોરડાના જર્જરીત પુલ બાબતે કોન્ટ્રાકટરના પાપે મનમાની કરી કાઢેલ ટુંકા ડાયવર્ઝનથી વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. પ-પ કલાક લોકો ફસાયા છે. પોલીસને માથાનો દુઃખાવો  થાય છે માટે મોટું ડાયવર્જન કરવા માંગ કરાઈ છે. ભાવનગર સોમનાથ નવા બનતા ફોરટ્રેક રોડનું રાજુલા નજીક હીન્ડોરડાનો એક માત્ર જર્જરીત પુલ વારંવાર ગાબડા પડવાથી મોટા વાહન માટે બંધ કરી દેશો પડ્યો હોય પણ નેશનલ ફોરટ્રેકના અણધડ કોન્ટ્રાકટના પાપે પુલ સાઈડ નદીમાંથી નાનું ડાયવર્ઝન કાઢુેલથી આવડા મોટા નેશનલ હાઈવે જે ભાવનગરથી સોમનાથ દ્વારિકા તેમજ રાજુલા જાફરાબાદ તા. ૬ થી ૭ સાતRead More


શિશુવિહારના ઉપક્રમે આંગણવાડી તાલીમ

શિશુવિહાર બાલમંદિરના ઉપક્રમે પુર્વ પ્રાથમિક સંવર્ધન તાલીમ અંતર્ગત શહેરની ૩૦ આંગણવાડી બહેનોને ક્રાફટ તાલીમ આપવામાં આવી પોતાની વયના ૯૬ વર્ષ સુધી બાલ દેવોની આરાધના કરનાર શિક્ષણકાર પ્રેમશંકર ભાઈ ભટ્ટની સ્મૃતિમાં યોજાયેલ ત્રીજા કાર્યક્રમ થકી કુલ ૯૦ આંગણવાડીના શિક્ષકોને તાલીમ અને ક્રાફટ કીટ પણ આપવામાં આવે છે. તસ્વીરમાં ભાવનાબેન જાગૃતભાઈ ભટ્ટ તથા મુકેશભાઈ દ્વારા આંગણવાડીની શિક્ષિકાઓને સાધન તથા પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું વર્ષ ર૦૧૧થી શરૂ થયેલ પ્રવૃતતિ દ્વારા શહેરોની ૩૧૪ આંગણવાડીને શૈક્ષણિક ચાર્ટ, પપેટસ, સંગીતના સાધનો તથા ફસ્ટેઈડ તાલિમ આપી ફસ્ટેઈડ બોક્સનું વિતરણ કરવામાં આવેલ છે. Source: Gujarat LiveRead More


બોટાદના ખાખોઈ ગામે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

તા.૮-ર-૧૯ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશ દિવસ અંતર્ગત બોટાદના ખાખોઈ ગામે ૧ થી ૧ડની વયજુથ ધરાવતા બાળકો તરૂણી તથા રૂણીઓ આલ્બેન્ડાઝોલની ગોળી આપવામાં આવેલ. પ્રાથમિક શાળામાં તથા આંગણવાડીના બાળકોને આલ્બેન્ડાઝોલની ગોળી આરોગ્ય કર્મચારી, શીક્ષકો આચાર્ય, આશાવર્કર તથા આંગણવાડી વૃકર દ્વારા આપીને પ્રત્યક્ષ રીતે બાળકો આ ગોળી ચાવીને લ છે. તેનું મોનટરીંગ રૂબરૂમાં કરવામાં આવ્યું હતું. આરોગ્ય કર્મચારી ધર્મેશભાઈ સોલંકી દ્વારા બાળકોને કૃમિના ચેપ કઈ રીતે લાગે, કૃમિના ચેપની માનવ શરિર પર વિપરીત અસરોત થા કૃમિના ચેપથી બચવા માટે ખુલ્લા પગે ન ચાલવું, નિયમિત નખ કાપવા, જાજરૂ ગયા બાદ હાથ આદર્શ પધ્ધતિથી ધોવા,Read More


એનટીઆરની પીઠમાં નાયડુએ ખંજર ભોક્યું છે : મોદીનો દાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના ગઢમાં આક્રમક અંદાજમાં સંબોધન કર્યું હતું. આંધ્રપ્રદેશના ગુંટુરમાં પ્રચંડ રેલી દરમિયાન મોદીએ ચંદ્રબાબુ નાયડુ અને કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે એનટીઆર જે લોકોને દુષ્ટ તરીકે કહેતા હતા તેમની સાથે જ ચંદ્રબાબુ નાયડુએ મિત્રતા કરી લીધી છે. નાયડુએ પોતાના વિકાસ માટે જ કામગીરી આગળ વધારી છે. આંધ્રપ્રદેશમાં પણ નાયડુની પાર્ટીનું પતન નિશ્ચિત છે તેવો દાવો તેઓએ કર્યો હતો. નાયડુ આંધ્રપ્રદેશના ગરીબો માટે નવી યોજનાઓ ચલાવવાની વાત કરતા હતા પરંતુ મોદીની યોજનાઓ ઉપર જ પોતાના સ્ટીકર ચોટાડી દીધા છે.Read More