Main Menu

Monday, February 11th, 2019

 

મહુવા ખાતે માનવભક્ષી દીપડાએ બાળકનો શિકાર કરતા ખળભળાટ

ભાવનગર જિલ્લાના બગદાણાના માલપર ખાતે એક દીપડાએ બાળકનો શિકાર કર્યાની ઘટના સામે આવી છે. તાજેતરમાં ભાવનગર જિલ્લામાં આવા બે-ચાર બનાવો સામે આવ્યા છે. આ કેસમાં નેસડામાં ઊંઘી રહેલા બાળકને દીપડો ઉઠાવી ગયો હતો અને તેને ખાઈ ગયો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ પરિવારને પોતાનું બાળક ગુમ થયું હોવાની માહિતી મળી હતી. બાળકના પિતાએ જણાવ્યું હતું કે સવારે ચાર વાગ્યાની આસપાસ તેના ફળિયામાં બાંધેલી ગાયો અચાનક ભડકી હતી. આ અંગે તપાસ કરવા જતાં તેનો પુત્ર ગુમ હોવાની માહિતી મળી હતી. શોધખોળ કરવામાં આવતા નજીકમાંથી બાળકનોRead More


મોરારિબાપુના હસ્તે જોગર્સ પાર્કનું લોકાપર્ણ

ભાવનગર શહેરમાં રેલવે દ્વારા બ્ય્ટીફીકેશન માટે અપાયેલ જમીન ઉપર કૃષ્ણનગર સંસ્કાર મંડળ દ્વારા વિકસાવાયેલ જોગર્સ પાર્ક-૩નું આતાભાઈ રોડ પર મોરારિબાપુના હસ્તે આજે લોકાપર્ણ કરાયું હતું. આ પ્રસંગે ડીઆરએમ રૂપા શ્રીનિવાસન, પ્રતાપભાઈ શાહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. Source: Gujarat Live News મોરારિબાપુના હસ્તે જોગર્સ પાર્કનું લોકાપર્ણ


સ્કાઉટ ગાઈડની ૨૮મી રાજ્યરેલીનું સમાપન

આજે તા. ૧૧ ફેબ્રુ. ના રોજ સવારે ૧૦-૦૦ કલાક થી બપોરના ૧૩-૫૦ કલાક સુધી ગુજરાત રાજ્ય  ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજીત ૨૮મી રાજ્ય રેલીનો સમાપન સમારોહ સરદાર પટેલ હીલ ગ્રાઉન્ડ કાળીયાબીડ ખાતે  યોજાયો હતો.  આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહેલ ભાવનગર યુનિર્વસીટીના કુલપતિ ડો. ગીરીશભાઈ વાઘાણીએ જણાવ્યુ હતું કે ૧૯૨૩ થી સ્કાઉટ ગાઈડની પ્રવ્રુત્તિ ભાવનગર જિલ્લામાં કાર્યરત છે વર્ષ ૧૯૬૩ થી રાજ્યરેલી શરૂ થઈ હતી પ્રથમ રેલી ૧૯૬૩ મા સુરત ખાતે યોજાઈ હતી ત્યાં ભાવનગર ચેમ્પીયન બન્યુ હતુ, ૨૭ મી રેલી  માણસા ખાતે યોજાઈ હતી ત્યાં પણ ભાવનગર ચેમ્પીયન બન્યુRead More


બાકી વેરા પેટે ૧૬૭ મિલ્કતો સીલ કરાતા બાકીદારો હરકતમાં આવ્યા !

ભાવનગર મહાપાલીકા દ્વારા મિલ્કત વેરાના બાકીદારોને વેરો ભરી દેવા વારંવાર તાકીદ કરવા ઉપરાંત મિલ્કત સીલ કરાશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હોવા છતા વેરો નહીં ભરનાર ૧૬૭ જેટલી મિલ્કતો સીલ કરવામાં આવતા બાકીદારો હરકતમાં આવ્યા હતા અને મહાપાલિકામાં રજુઆત કરવા દોડી ગયા હતાં. જે પૈકીના ૭૩ જેટલા બાકીદારોએ તુરંત વેરાની રકમ રી દેતા સીલ ખોલી નાખવામાં આવ્યા હતાં. જો કે કરોડોનો વેરો બાકી હોય તેવા આસામીઓ સાથે રહેમ નજર રાખવામાં આવતી હોવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા હતાં. મહાપાલિકા દ્વારા અગાઉથી જાહેરાત કરાયા મુજબ બાકીવેરા પેટે મિલ્કમતો સીલ કરવા માટેRead More


વૈરાગ્ય શતકનું મોરારિબાપુ દ્વારા વિમોચન

નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ.પૂ. સ્વામી તદ્રુપાનંદજીની કથાનું આયોજન કરાયેલ જેના અંતિમ દિને આજે સ્વામી તદ્રુપાનંદજીના ગ્રંથ વૈરાગ્ય શતકનો વિમોચન સમારોહ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. જેમાં સ્વામીજીના ગ્રંથનું પૂ. મોરારિબાપુના હસ્તે લોકાપર્ણ કરાયું હતું. આ પ્રસંગે સંતો – મહંતો, રાજકીય આગેવાનો તથા આમંત્રીતો સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. Source: Gujarat Live News વૈરાગ્ય શતકનું મોરારિબાપુ દ્વારા વિમોચન


અમરેલી જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા ૧૯૯૭ થી ભરતી થયેલ બાલગુરુ વિદ્યા સહાયકો દ્વારા સળંગ નોકરી ગણવા અંગે જીમખાના મેદાન ખાતે ધરણાં

અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બાલગુરુ વિદ્યાસહાયકો દ્વારા જીમખાના મેદાન ખાતે ઘરણા કરવામાં આવ્યા અને સાંસદ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું એન્કર અમરેલી જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા ૧૯૯૭ થી ભરતી થયેલ બાલગુરુ વિદ્યા સહાયકો દ્વારા સળંગ નોકરી ગણવા અંગે જીમખાના મેદાન ખાતે ધરણાં કરવામાં આવ્યા હતા ૧૯૯૭ થી હાલ સુધી ભરતી થયેલ વિદ્યા સહાયકો સંતોષ અને અન્યાય ની લાગણી અનુભવી રહ્યા છે સરકાર દ્વારા જુદા જુદા વિભાગોમાં કર્મચારી વતી ભેદભાવ રાખવામાં આવે છે બીજા સરકારી કર્મચારી જેમ બઢતી અને ઉચ્ચ પગાર ધોરણ ના લાભ મળે તેની તે માટે આજરોજ જીમખાનાRead More


જુલાઇ સુધી પીવાના પાણીની કોઈ જ સમસ્યા નથીઃ નીતિન પટેલ

સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જીતુ વાઘાણી, કૌશિક પટેલ વડોદરાની મુલાકાતે હતા, નાયબ મુખ્યમંત્રીના હસ્તે વેકસીન મેદાનમાં કલેકટર કચેરી ભૂમિ પૂજન કરાઈ. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફન કલબ આયોજિત ૪૪૦૦ પરિવારને મા કાર્ડ ના વિતરણમાં પણ ભાગ લીધો. નીતીન પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવતા દાન મુદ્દે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે, લોકો પોતાની ઇચ્છા મુજબ પાર્ટીને દાન આપી શકે છે. ભંડોળ એકઠુ કરવા માટે કોઇને ટાર્ગેટ આપવામા આવ્યો નથી. તેવી પણ નાયબ મુખ્યપ્રધાને સ્પષ્ટતા કરી. વડોદરામાં એક કાર્યક્રમમાં ખેડૂતોના સહાય મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યુ.Read More


રૂ. ૩ કરોડથી વધુની જૂની ચલણી નોટો સાથે ચાર શખ્સની ધરપકડ

મોદી સરકાર દ્વારા રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ભારતીય ચલણી નોટોને ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી. જેને આશરે બે વર્ષ થઇ ગયા છે. આમ છતાં છાસવારે જૂની ચલણી નોટો પકડાવાના કિસ્સાઓ બનતા રહે છે. નવસારીમાંથી મોડી રાત્રે ત્રણ કરોડથી વધારે ચલણી નોટો નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. આ સાથે કાર સહિત ચાર લોકોની પણ અટકાયત કરીને વધુ પૂછપરછ હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર વલસાડ અને નવસારી જિલ્લા વચ્ચે ઊંડાચ ગામ આવેલું છે. જ્યાં હાઇવે ઉપરથી કરોડો રૂપિયાની જૂની ચલણી નોટો ભરીને મહારાષ્ટ્ર પાર્સિંગનીRead More


અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલ ચેતન ઠાકોર પક્ષથી નારાજ

ભાજપમાં જ રહીને ભાજપ સામે બાંયો ચડાવનાર નેતાઓમાં ઉમેરો થયો છે. પાસ છોડ્યા બાદ ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલ બાદ હવે અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા ચેતન ઠાકોરે પક્ષ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ ચેતન ઠાકોરે ઠાકોર સમાજના લોકો પર થયેલા કેસ તેમજ ઢુંઢર ગામ ખાતે ૧૪ માસની બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે ન્યાય નહીં મળે તો એકતા યાત્રા કાઢવાની અને વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ચેતન ઠાકોર ચૂંટણી સમયે અલ્પેશથી અલગ થઈને ભાજપમાં જોડાયો હતો. ભાજપમાં રહીને પક્ષ સામે જ બંડ પોકારનાર ચેતન ઠાકોરનુંRead More


ગાંધીનગરમાં રાજ્યપાલ દ્વારા મોમેન્ટો અર્પણ

રાજભવન ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યના એસ્પી રેશનલ ડિસ્ટ્રીક્ટની રીવ્યુ બેઠકને સંબોધન કરતાં રાજ્યપાલ ઓ.પી.કોહલીએ પ્રસંગની તસ્વીરમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્રષ્ટિગોચર થાય છે. Source: Gujarat Live News ગાંધીનગરમાં રાજ્યપાલ દ્વારા મોમેન્ટો અર્પણ